કાયદાની ઐસી તૈસી કરીને સિંધુ ભવન રોડ ઉપર ધમધમતું ગ્રેસ કાફે સીલ કરાયું
(એેજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરીને ધમધમતા, યંગસ્ટર્સની ભારે ભીડ ભેગી કરવા બદલ શહરના પૉશ વિસ્તારમાં સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગ્રેસ કોફીને ‘સીલ’ મારી દેવામાં આવ્યુ છેે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અને નિયમોનુૃ ઉલ્લઘન કરીને ધમધમતા ગ્રેસ કાફેના સંચાલકો સાથે કડક પગલાં લેવામાં આવશે.
ચાની લારીઓ, પાનના ગલ્લા, હોટલો, રેસ્ટોરન્ટ, બગીચા, જીમ, કલબ, વગેરે બંધ કરાવાયા છે. તાજેતરમાં સરકારની કોવિડ પ્રોટોકોલ ગાઈડલાઈન મુજબ શહેરમાં હોટલો અને રેસ્ટોરન્ટને ફક્ત ટેક અવે’ માટે મંજુરી અપાઈ છે. આ સંજાેગોમાં શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલા‘ગેસ કાફે’ કોડી બારને સીલ મારવામાં આવ્યુ હતુ.
એએમસીના સોલીડ વેસ્ટ વિભાગનીટીમ દ્વારા ગ્રેસ કાફેમાં ચેકીગ કર્યુ હતુ. અને આ કોફી બારમાં યંગસ્ટર્સની ભારે ભીડ હતી. માસ્ક પણ પહેર્યા નહોતા. સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવ્યુ નહોતુ. આમ, ગ્રેસ કાફેમાં હાજર રહેલાઓએ કોવિડ પ્રોટોકોલની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડાવ્યા હતા.