કાયદો રદ કરાવવા ખેડૂતો સુપ્રીમમાં ૧૪ ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી દેખાવો
ખેડૂતો નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે લાચાર બની જશે એવી દલિલઃ આજે દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પણ બ્લોક કરવાની ધમકી
નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. સરકારે સાથે અનેક ચરણની વાતચીત અને તાજેતરમાં મોકલેલા પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ એકતરફ આંદોલનને વેગ આપવાનો ર્નિણય કર્યો છે તો બીજીતરફ ન્યાયિક રીતે પણ સરકારને પડકારવાનું મન મક્કમ બનાવ્યું છે. ખેડૂતો સંગઠન ભારતીય કિસાન યુનિયને જણાવ્યું છે કે નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે તેઓ લાચાર બનીને રહી જશે.
કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું કે, કેન્દ્ર કાયદાની એ જાેગવાઈમાં સંશોધન કરવાની તૈયાર છે જેને લઈને ખેડૂતોએ વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કેન્દ્રે મિનિમમ સપોર્ટ પ્રાઈસ પર લેખિતમાં પણ આપવાનું આશ્વાસન આપ્યું હતું. સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરારમાં ફક્ત પાકનો સમાવેશ કરવાની સ્પષ્ટતા પણ કરી છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.
ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવા આગામી સમયમાં રસ્તાઓ બાદ રેલવે ટ્રેક પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે તારીખો હવે જાહેર કરાશે. દિલ્હીમાં એક પખવાડિયાથી વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું છે કે ૧૪ ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શ કરશે અને ૧૨ ડિસેમ્બરથી દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પણ બ્લોક કરી દેશે.
દરમિયાનમાં ગયા વર્ષે ૨૦૧૯ના ઑક્ટોબર મહિનામાં હરિયાણાના રાજકીય વાતાવરણમાં ગરમાવો હતો. તેનું એકમાત્ર કારણ વિધાનસભા ચૂંટણી બાદ એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. એવામાં કિંગમેકર બનીને ઉભરેલ જનનાયક જનતા પાર્ટીએ ભાજપને સમર્થન આપીને રાજ્યમાં મનોહરલાલ ખટ્ટરને ફરીથી ખુરશી પર બેસાડી દીધા. હવે એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ફરીથી રાજકારણમાં નાટકીય વળાંક આવતો દેખાઇ રહ્યો છે.
કિસાન આંદોલનને લઇ હરિયાણામાં રાજકીય ઉલટફેરની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. ભાજપના સહયોગી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)માં પણ કૃષિ કાયદાને લઇ હરિયાણામાં સરકારથી અલગ થવાની માંગણી તેજ થવા લાગી છે. મીડિયા રિપોર્ટસના મતે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ તાજેતરમાં જ આ મુદ્દા પર ધારાસભ્યોની સાથે બેઠક કરી. દુષ્યંત ચૌટાલાએ સરકારમાંથી રાજીનામું આપવાની વાત પણ કરી. દુષ્યંત ચૌટાલા પર દબાણ વધી રહ્યું છે. બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને ખેડૂત આંદોલનની તેમના ક્ષેત્રમાં અસર, રાજ્યોના લોકોનું વલણ વગેરે અંગે ફીડબેક લીધા. ખાસ વાત એ છે કે દુષ્યંતની પાર્ટીની પાસે માત્ર ૧૦ ધારાસભ્ય જ છે. પરંતુ છતાંય હરિયાણાની સત્તાને બનાવા-બગાડવાની સ્થિતિમાં છે.
વાત એમ છે કે હરિયાણામાં ૨૦૧૯ વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓએ કોઇપણ પક્ષને બહુમતી આપી નથી. ભાજપ બહુમતીથી થોડીક સીટો પાછળ રહી ગઇ હતી. ત્યારે દુષ્યંતના નેતૃત્વવાળી જેજેપી એ ભાજપને સમર્થન આપ્યું હતું અને રાજ્યમાં ખટ્ટર સરકારની વાપસી થઇ હતી. હાલ ૯૦ સીટોવાળી હરિયાણા વિધાનસભામાં સત્તાધારી ભાજપ ૪૦ સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસની પાસે ૩૧ સીટો છે. તો જેજેપી ૧૦ સીટો પર જીતી હતી. આ સિવાય હરિયાણા લોકહિત પાર્ટી ૧ , આઇએનએલડી ૧ અને ૭ સીટો બીજા અન્ય ના ખાતામાં ગઇ હતી.
પરિણામો બાદ કોંગ્રેસે પણ જેજેપી અને અન્યની સાથે લઇ ગઠબંધનની સરકાર બનાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુષ્યંતે ભાજપને સપોર્ટ કરી ખટ્ટરની સરકાર બનવા દીધી. હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ સીએમ ભુપિંદર સિંહ હુડ્ડા ફરીથી સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસ રાજ્ય સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.
હવે જેજેપીની ભાજપમાંથી સમર્થન પાછી લેવાની સ્થિતિમાં ભાજપની પાસે ૪૦ ધારાસભ્ય જ રહેશે. સત્તા માટે જરૂરી ૪૫ની સંખ્યા પૂરી કરવા માટે ભાજપ અન્ય અપક્ષ ધારાસભ્યોમાં સંભાવના શોધી શકે છે. તો કોંગ્રેસ પણ જેજેપીને પોતાના ખેમામાં મળીને અન્ય ધારાસભ્યોની સાથે પાછલા વર્ષના અધૂરા પ્રયાસને પૂરા કરવા માટે દાવપેચનો ઉપયોગ કરશે.SSS