કારંજમાં જુગારના અડ્ડા પર પીસીબીનો દરોડો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક વચ્ચે છુટછાટોના પગલે હવે ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ ધમધમતી થઈ ગઈ છે જેના પગલે પોલીસતંત્ર અને સંબંધિત એજન્સીઓ એલર્ટ બની છે આ દરમિયાનમાં શહેરના કારંજ વિસ્તારમાં કેટલાક દિવસથી જુગારનો અડ્ડો ચાલુ થયો હોવાની બાતમી પીસીબીને મળતા પીસીબીના અધિકારીઓએ ગઈકાલ મોડી સાંજે દરોડો પાડી ૯ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે અને સ્થળ પરથી રૂ.૧.૩ર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં રાજય સરકારે અનલોક-૧ દરમિયાન છુટછાટો આપી છે ખાસ કરીને દિવસ દરમિયાન અપાયેલી છુટછાટનો લાભ હવે ગુનેગારો ઉઠાવી રહયા છે અને શહેરમાં ચેઈન સ્નેચીંગ લૂંટ સહિતની ઘટનાઓ વધવા લાગી છે આ ઉપરાંત દારૂ જુગારના અડ્ડા પણ ફરી શરૂ થઈ જતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે
રાજયના પોલીસ વડાએ આવી તમામ ગુનાહિત પ્રવૃતિઓને ડામી દેવા માટે પોલીસતંત્રને આદેશ આપ્યો છે જેના પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવી રહયુ છે. શહેરમાં લોકડાઉન અને ત્યારબાદ અનલોક-૧ દરમિયાન લોકો જુગાર રમતા ઝડપાયા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના કારંજ વિસ્તારમાં જુગારનો અડ્ડો શરૂ થયો હોવાની બાતમી પીસીબીને મળી હતી જેના પગલે પીસીબીના અધિકારીઓએ બાતમીના સ્થળે વોચ ગોઠવતા કેટલાક શંકાસ્પદ શખ્સોની અવરજવર જાવા મળી હતી.
કારંજમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેડો પાડવા માટે પીસીબીના પીઆઈ એ.બી.ચાવડાની આગેવાનીમાં ખાસ ટીમ બનાવવામાં આવી હતી ગઈકાલ રાત્રે આ ટીમે જુગારના અડ્ડાવાળા સ્થળ પર દરોડો પાડતા અંદરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં સ્થળ પર કુલ ૯ શખ્સો જુગાર રમી રહયા હતા.
જેમાં (૧) યુસુફખાન પઠાણ (ર) અબ્દુલ રહેમાન શેખ (૩) શકીલ અહેમદ શેખ (૪) શેબર આલમ રાજપુત (પ)દશરથભાઈ પરમાર (૬) સૈયદઅલી રસુલમીયા (૭) મહેમુદ હુસેન શેખ (૮) મહેબુબ બરીવાલા અને (૯) રફીક રંગરેજનો સમાવેશ થાય છે. આરોપીઓની પુછપરછ કરતા આ તમામ આરોપીઓ જુદા જુદા વિસ્તારમાંથી અહીયા રમવા આવતા હતા પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૧.૩ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.