Western Times News

Gujarati News

કારંજ તથા મણીનગરમાં ઘરફોડ ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેર પોલીસતંત્રનો મોટાભાગનો સ્ટાફ રથયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલો છે ત્યારે ચોરો અને તસ્કરોને છુટો દોર મળ્યો છે ચાર જુલાઈ સુધી પોલીસ વ્યસ્ત હોવાથી ચોરો ભરપુર લાભ ઉઠાવી રહયા છે જેને કારણે ઘરફોડ ચોરીમાં વધારો થયો છે ગઈકાલે મણીનગર તથા કારંજ વિસ્તારમાં ચોરીના બે બનાવો સામે આવ્યા છે.

પત્નિ સાથે નિવૃત જીવન ગુજારતા ધીરુભાઈ કાંતીલાલ ઠક્કર (રહે. ભૈરવનાથ રોડ, મણીનગર) એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે પÂત્ન સાથે પુત્રના ઘરે રોકાવા ગયા હતા જયાંથી કેટલાંક દિવસ બાદ પરત ફરતા ઘરના તાળાં તુટેલા જાયા હતા અને તપાસ કરતા બેડરૂમના કબાટનાં તાળા તોડી ચોર મંગળસુત્ર, વીંટીઓ સહીત અન્ય કિમતી મુદ્દામાલ ચોરી ગયા હતા.

જયારે ઘીકાંટા જુની કલેકટર ઓફીસ સામે કર્ણાવતી આર્કેડના બીજા માળે કાપડની દુકાન ધરાવતા રૂષભ સુરેશ જૈનએ કારંજમાં ફરિયાદ કરી છે કે રવિવારે સાંજે તે ઓફીસના ડ્રોયરમાં વકરાના બે લાખ ત્રીસ હજાર તથા અન્ય ૬૮,૦૦૦ રૂપિયા મુકીને દુકાન બંધ કરીને ગયા હતા ગઈકાલે સવારે પરત ફરતા શટરના લોક અજાણ્યા ચોરે તોડીને દુકાનમાં મુકેલા ત્રણ લાખ જેટલી રોકડ રકમ તથા મોબાઈલ ફોનો સહીત સવા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.