કારખાનામાં મળવા આવેલા અજાણ્યા યુવકની હત્યા કરાઈ
સુરત: સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૧ના પ્લોટ નં. ૧૧૭થી ૧૨૦માં આવેલા લુમ્સ કારખાનાના મેનેજર મુકેશ ધરમસિંહ બરવાળીયા (ઉ.વ. ૩૭ રહે. સી ૯૦૧, ભક્તિ હાઇટ્સ, અમરોલી-સાયણ રોડ) પર ગત બપોરે ફોન આવ્યો હતો કે કારખાનાના કારીગર બાબુનો કોઇ સાથે ઝઘડો થયો છે.
જેથી મુકેશ તુરંત જ કારખાના માલિકની ઓફિસ પાસે ઘસી ગયો હતો. મુકેશે બાબુને પૂછતા તેણે કહ્યું હતું કે, મેરા ઝઘડા હો ગયા થા, ઔર મુજે સર મે ચોટ હૈ. બાબુના માથામાંથી લોહી નીકળતું હોવાથી મુકેશે તેના ડૉક્ટર પાસે જવાનું કહ્યું હતું. ત્યાર બાદ કારખાનાના સુપરવાઇઝર રશ્મી રંજન મહાપાત્રાએ બાબુ સાથે જેનો ઝઘડો થયો હતો તે યુવાનને પ્લોટ નં. ૧૯૧ અને ૧૯૨ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મૃત હાલતમાં જાેયો હતો. આ અંગેની જાણ અમરોલી પોલીસને કરતા તુરંત જ અમરોલી પોલીસ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઘસી આવી હતી. પોલીસ અને મેનેજર મુકેશે કારખાનાના સીસીટીવી ચેક કરતા બાબુ કારખાનાના પાંચમાં માળે હતો ત્યારે મૃતક યુવાન પણ પાંચમાં માળે ગયો હતો.
જ્યાંથી મૃતક યુવાન થોડીવારમાં પરત આવ્યો હતો અને તેની પાછળ બાબુ પણ ગયો હતો. ત્યાર બાદ તેઓ વચ્ચે ઝઘડો થતા બાબુએ અજાણ્યા યુવાનને માર મારી મોતને ઘાત ઉતાર્યો હોવાની આશંકા પોલીસને છે. આ સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધી બાબુની શોધખોળ શરૂ કરી છે. સુરતમાં કાપોદ્રા એલ.એચ.રોડ જનતા સોસાયટી પાસેથી શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે મેડિકલમાંથી દવા બાઈક પર ઘરે જતા યુવકને રિક્ષામાં આવેલા ચાર અજાણ્યા લોકો આંતરી રિક્ષામાં બળજબરીથી બેસાડી ધમકી આપી રૂપિયા ૯૦ હજારની કિંમતનો મોબાઈલ લૂંટી લીધો હતો. સવારે રોકડા ૧૦ હજાર આપી મોબાઈલ લઈ જવા કહી નાસી ગયા હતા. સુરતના પ્રભુનગર સોસાયટીમાં રહેતા સરલાબેન હિતેશભાઈ હરણેશા (ઉ.વ. ૩૩) રાંદેરમાં આવેલ ગુડ શેફર્ડ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જયારે તેના પતિ હિતેશભાઈ ઝડફીયા હીરાના કારખાનામાં કામ કરે છે. સરલાબેનની માતાને બ્રેન હેમરેજ હોવાથી તેની સારવાર ચાલતી હોવાથી તેમની સાથે તેનો બહેન ભાવના અને તેનો દીકરો અનિરૂધ્ધ પણ સાથે રહે છે.