કારખાના બહાર ઉંઘતા મજૂરોના મોબાઇલ લૂંટી ચાર શખ્સ ફરાર
સુરત: સુરતમાં સતત આસમાજિક તત્વોની દાદાગીરી અને અંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં કામ કરતા શ્રમિકો પોતાના ઘર નજીક કે કારખાના ગરમીને લઈને બહાર સુતેલા હોય છે. ત્યારે અસામાજિક તત્વો આવીને ચપુની અણીએ તેમના મોબાઇલ ફોન લૂંટીને જતા રહે છે. જાેકે એક જ દિવસમાં મોબાઇલ ફોન લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ હવે દોડતી થઇ છે. સુરતમાં કાયદોની પરિસ્થિતિ દિવસે દિવસે લથડી રહી છે. કારણ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે.
અસામાજિક તત્વો દાદાગીરી સાથે લોકો લોકોને ઉમટી રહ્યા છે. ત્યાર એક એવી ઘટના સીસીટીવી સામે આવતા પોલીસ પણ દોડતી થઇ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા લોકો અસમાજિક તત્વોનો ભોગ બન્યા છે. અહીંયા રહેતા કેટલાક શ્રમિક પોતાના ઘરની બહાર કે કારખાના ભાર ગરમીને લઈને સુતેલા હતા ત્યારે બે બાઈક પર આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો આ શ્રમિકોના મોબાઇલ ફોનની લૂંટ શરુ કરી હતી. જાેકે કોઈ વિરોધ કરે તેને ચપ્પુ બતાવી બીવડાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
જાેકે, બે જેટલી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જાેકે, આ સામાજિક તત્વોએ એક બે નહીં પણ પાંચ જેટલા લોકોને એક જ રાતમાં લૂંટી લેવાની વાત સામે આવી છે. જાેકે આ ઘટના સીસીટીવી સામે આવતા પોલીસે હવે આ લૂંટારુઓની શોધ શરુ કરી છે. પણ આવા લોકો પોલીસની સક્રિયતાને પગલે બેફામ બન્યા છે. ત્યારે હવે પોલીસ આવા લોકોને પકડવા અને આવા ગુના અટકાવામાં કેટલા સફળ રહશે તે જાેવાનું રહ્યું. જાેકે આવા લોકો સતત આ વિસ્તારના લોકો પર પોતાનો રોપ જમાવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે અને સતત ફરિયાદ વચ્ચે પોલીસે ધ્યાન નહીં આપતા આવા લોકો બેફામ બન્યા છે.