કારગીલ યુદ્ધના વિજયને ૨૦ વર્ષ પુરા થતા એફ.ડી. હાઈસ્કૂલમાં ઉજવણી
અમદાવાદ: ૨૬ જૂલાઈ ૧૯૯૯ના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ ખાતે ખોલાયેલ યુદ્ધમાં ભારતનો જવલંત વિજય થયો હતો. પાકિસ્તાની લશ્કર દ્વારા ભારતની સરહદમા ઘુસી કારગીલ સ્થિત શિખર પર ગેરકાયદેસર કબજા કરવાની હલચલ કરતા ભારતીય લશ્કર હરકતમાં આવ્યું આ યુદ્ધમાં ભારતના ૫૨૭ જેટલા જવાનો શહીદ થયા અને પાકિસ્તાની લશ્કરની ધૂળ ચાટતા કરી દીધા.
આ મહાન વિજયને ૨૦ વર્ષ પૂર્ણા થતા અત્રેની શાળામા વિદ્યાર્થિઓને આ યુદ્ધને ઝીણવટભરી માહિતી શાળાના આચાર્યા શ્રીમતી અનિસા શેખ દ્વારા રજૂ કરવામા આવી શહીદ જવાનોના પરિવારો માટે વિશિષ્ટ રીતે બનાવેલ કોલોની દિલ્હીમાં બનાવવામા આવેલ છે.
જેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ પ્રસંગે કારગીલ યુદ્ધ પર બનાવવામા આવેલ દસ્તાવેજી ચલચિત્ર દર્શાવવામા આવી તમામ વિદ્યાર્થિઓ શિક્ષકો તથા સ્ટફિણ દ્વારા તમામ શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરવામા આવી યોગાનુયોગ વડોદરા શહેરના આરીફ ખાન પઠાણ કાશ્મીરીના અખનૂરમાં સરહદોની હિફાઝત કરતા શહીદ થયા તેમને પણ યાદ કરી શ્રદ્ધાજલિ આપી તેમના માતા પિતા તથા કુટુંબીજનોને સબ્રે જમીલ આપે તેની દૂઆ ગુઝારવામા આવી.