કારછા ગામ નજીક ફર્નિચરની આડમાં ઘુસાડાતો ૬.૧૨ લાખનો દારૂ ઝડપ્યો
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ- બિયર ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરિક ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી બુટલેગરો માટે સિલ્ક રૂટ ગણાતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક આવેલા કારછા નજીકથી અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસને ઉંઘતી રાખી આઈસર ટ્રકમાંથી ફર્નિચરની આડમાં સંતાડેલો ૬.૧૨ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ચેકપોસ્ટ બંધ થયા પછી સૌપ્રથમ વાર જીલ્લા એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહેતા બુટલેગરો ચિંતાની લકીરો તણાઈ છે
અરવલ્લી એલસીબી પી.આઈ મનીષ વસાવા અને તેમની ટીમે શામળાજી નજીક આવેલા કારછા ગામ નજીક ને.હા.નં-૮ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ફર્નિચર ભરેલ આઈસર ટ્રક (ગાડી.નં-RJ 14 GJ 7423 ) ને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ફર્નિચરની આડમાં સંતાડીને રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૨૪ કીં.રૂ.૬૧૨૦૦૦/- નો જથ્થો ઝડપી પાડી તારીફ અબ્દુલગની મુસલમાન (રહે,ગોલપુરી,હરિયાણા)ને ઝડપી પાડી આઈશર ટ્રક,ફર્નિચર અને મોબાઈલ મળી કુલ રૂ.૧૧૨૨૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧)આયશર ટ્રક ના ડ્રાઈવર અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સોમવીર (રહે,મહેન્દ્રગઢ હરિયાણા) નામના બુટલેગર સામે શામળાજી પો.સ્ટેમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શામળાજી પોલીસને સોંપી હતી
શામળાજી પોલીસે કારમાંથી ૩૬ હજારના દારૂ સાથે નરોડાના બે બુટલેગરોને દબોચ્યા
શામળાજી પોલીસે વેણપુર ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી ફિયાટ પોલિયો કાર માંથી બિયર ટીન-૩૩૬ કીં .રૂ.૩૬૯૬૦/- ના જથ્થા સાથે ૧)સુરજસિંહ મદનસિંહ રાજપૂત અને ૨)વિરલસિંહ મહિપાલસિંહ જાડેજા (બંને રહે,દાસ્તાન સર્કલ નજીક,નરોડા) ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાર અને મોબાઈલ નંગ-૨ મળી કુલ. રૂ.૮૮૯૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા