કારથી ટક્કર માર્યા બાદ કાર ચાલકે મતૃદેહ ૧૦ કિમી ફેરવ્યો
ચંદીગઢ: ચંદીગઢની પાસે આવેલા મોહાલીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ઓવરસ્પીડ કારે સાઇકલ સવારને જાેરદાર ટક્કર મારી. ટક્કરના કારણે સાઇકલ સવાર ઉછળીને કારની છત પર જઈને પડ્યો. કાર ચાલકે આ દરમિયાન કારને રોકવી યોગ્ય ન માની અને સાઇકલ સવારને કારની છત પર જ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ દરમિયાન સાઇકલ સવારનું છત પર જ મોત થઈ ચૂક્યું હતું. કારચાલક સાઇકલ સવારની લાશને કારની છત પર શહેરમાં ૧૦ કિલોમીટર સુધી ફરતો રહ્યો.
બાદમાં કારચાલક મૃતકની લાશને સન્ની એન્કલેવના શો રૂમની આગળ ફેંકીને ફરાર થઈ ગયો. કોઈ રસ્તે જનારા વ્યક્તિએ લાશને જાેઈ તો તરત પોલીસને જાણ કરી. ડીએસપી રૂપિંદરદીપ કૌર સોહી ઘટનાસ્થળે પહોંચી અને આસપાસમાં લગાવેલા કેમેરાની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે કારચાલક જ તેને ફેંકીને ગયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ એરોસિટી બ્લોકમાં રહેત ૩૫ વર્ષીય યોગેન્દ્ર મંડળના રૂપમાં થઈ છે.
જ્યારે ટક્કર મારનારા કાર ચાલકની ઓળખ ખમાણો નિવાસી ર્નિમલ સિંહના રુપમાં થઈ છે. પોલીસે આઇપીસીની કલમ ૨૭૯, ૪૨૭, ૩૦૪છ અને ૨૦૧ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી ગાડીને કબજામાં લઈ લીધી છે. નોંધનીય છે કે, બુધવાર સવારે લગભગ ૬ વાગ્યે કાર ચાલક ર્નિમલ સિંહે જીરકપુર તરફથી ઓવરસ્પીડ આવી રહ્યો હતો.
બીજી તરફ ફેઝ-૫માં કામ કરનારા યોગેન્દ્ર મંડળ ડ્યૂટી માટે સાઇકલ પર રવાના થયો હતો. એરોસિટીની પાસે આરોપી કાર ચાલકે એક ગાડીને ઓવરટેક કરવાના ચક્કરમાં સાઇકલને ટક્કર મારી દીધી. યોગેર્ન્ળ હવામાં ઉછળીને પહેલા ગાડીના બોનોટ પર પડ્યો અને બાદમાં ગાડીની છત પર જઈને પટકાયો.