કારના કાચ તોડીને ચોરી કરતી ટોળકીને રોકવા પોલીસે અજમાવ્યો, આવો ઉપાય
સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના મોટાભાગની દુકાનોમાં સાવધાન રહેવાનાં પેમ્ફલેટ વહેચવામાં આવ્યાં
(એજન્સી) અમદાવાદ, શહેરમાં ચોરી,લુંટ ચેઈન સ્નેચીગની અનેક ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે પોલીસ ર૪ કલાક મદદ કરી રહી છે. પોલીસ એલર્ટ હોવા છતાંય ગુનાખોરી વધી રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે લોકો એલર્ટ નથી. જાેો લોકો સાવધાન થઈ જાય તો ગુનાખોરીનો ગ્રાફ અમુક સ્તર સુધી નીચે આવી શકે તેમ છે.
હાલ અમદાવાદમાં કારના કાચ તોડીને ચોરી કરતી ટોળકી સક્રીય થઈ છે. જેને રોકવા માટે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. પરંતુ લોકોમાં સતર્કતા આવે તે માટે પોલીસે પણ અનોખી પહેલ શરૂ કરી છે. સોલા પોલીસ કારમાં કિમતી ચીજવસ્તુઓ નહી રાખવા માટે લોકોને સાવધાન કર્યા છે. જેનાં હજારો પેમ્ફેલેટ છપાવીને દુકાને દુકાને આપી દીધાં છે.
શહેરનાં ગોતા ખાતે આવેલા ફેશન સ્ટ્રીટમાં જયારે પણ કોઈ પણ ચીજવસ્તુ લેવા માટે જાઓ ત્યારે દરેક દુકાન પર એક પેમ્ફલેટ ચોટાડેલું જાેવા મળશે જેમાં કારમાં કીમતી ચીજવસ્તુઓ નહી રાખવા માટેનું સમજાવવામાં આવ્યું છે. પાર્કીગમાં પડેલી કારના કાચ તોડી તેમાં ચોરી કરતી ગેગનો ત્રાસ સખત વધી રહયો છે.
લગ્ન પ્રસંગની સીઝન શરૂ થાય ત્યારે આ ગેગ સક્રીય થતી હોય છે અને પાર્ટી પ્લોટ હોટલના પાર્કીગમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને ચોરી કરતી હોય છે.
હજારો કિસ્સા શહેરના તમામ પોલીસ સ્ટેશનના ચોપડે રજીસ્ટર થયા છે. તેમ છતાંય કાર માલીકોની કિંમતી ચીજવસ્તુઓ મુકી જવાની ટેવ સુધરતી નથી. જેનો ફાયદો ચોર ટોળકી ઉપાડી લે છે.
ગઠીયા તેમની ટેકનીકની કારનો કાચ તોડી નાખે છે. અને બાદમાં કારમાં પડેલી કોઈપણ કિમતી ચીજવસ્તુ ચોરી લે છે. આજે એસજી હાઈવે પર કોફી બાર ખુલ્યા છે. જયા યુવાઓ તેમજ પરીવારના લોકો આવે છે.
ત્યારે તેમણે પાર્ક કરેલી કારાન કાચ તૂટે નહી તે માટે પોલીસે લોકોને એલર્ટ કરવા માટેની નવી તરકીબ શોધી છે. સોશીયલ મીડીયા તેમજ પેમ્ફેલેટ છપાવીને લોકોને કારમાં કિમતી ચીજવસ્તુ નહી રાખવા માટેની સુચના આપી છે.
દુકાનદાર પણ ગ્રાહકોને સમજાવી રહયા છેઃ સોલા ચાંદલોડીયા ગોતા તેમજ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં તમામ વિસ્તારોમાં આવતી મોટાભાગની દુકાનોમાં પોલીસે પેમ્ફલેટ આપી દીધાં છે. જે કોઈ પણ ગ્રાહક ખરીદી માટે આવે ત્યારે દુકાનદાર તેમને પેમ્ફલેટ પણ આપે છે. પોલીસનો આ પ્રયોગ વખાણવા લાયક છે. પરંતુ તેનો અમલ કાર ચાલકો કરે છે કે નહીં તે જાેવું રહયું.
ડેકીમાં કે પછી સીટ નીચે મુકીને જવુંઃ જયારે પણ ગઠીયો કાચ તોડવા માટે આવે ત્યારે તે કારની સીટ ઉપર કોઈ પર્સ કે બેગ પડી છે કે નહીં તે બહાર ઉભો રહીને જાેતો હોય છે. આ સિવાય મ્યુઝીક સીસ્ટમ કંપની ફીટેડ છે કે નહી તે પણ જાેતો હોય છે. જાે સીટ ઉપર બેગ જાેવા મળે તો તે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર કારનો કાચ તોડી નાખશે અને ચોરીની ઘટનાને અંજામ આપશે. તસ્કરોની નજર પડે નહીં તે રીતે સીટની નીચે અથવા તો ડેકીમાં ચીજવસ્તુઓ મુકીને જવું.