કારના કાચ તોડી કિંમતી માલસામાનની તફડંચી કરતી ગેંગ સક્રિય
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પાર્ક કરેલી કારના કાચ સિંફતપૂર્વક તોડી કિંમતી માલસામાનની તફડંચી કરતી ગંગ શહેરમાં ફરી સક્રીય બની છે. આ પ્રકારની બે ઘટના શહેરના નરોડા અને વસ્ત્રાપુર વિસ્તારમાં બનતા પોલીસે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં રહેતા વેપારી વિકાસ સાવલીયાએ પોતાની કાર નરોડા વિસ્તારમાં ટોયેટાના શો રૂમ નજીક વિનસ કંપનીના ગેટ પાસે પાર્ક કરી હતી. વિકાસ સાવલીયા કાર પાર્ક કરી પોતાના અંગત કામસર બાજુમાં આવેલી ઓફિસ ગયા હતા. તે દરમ્યાન તફડંચી કરતી ટોળકીએ તેમની કારનો કાચ સિફતપૂર્વક તોડી કારની પાછળની સીટમાં મુકલી કપડા અને ઘરેણા સાથેની બેગ તફડાવી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી. વિકાસ સાવલીયા કાર તરફ પરત આવી કારના કાચ તૂટેલો જાતા તેમને આ અંગે તાકીદે પોલીસને જાણ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારની બીજી એક ઘટના શહેરના વસ્ત્રપુર વિસ્તારમાં બનવા પામી હતી. વ†ાપુરમાં એક મોલ પાસે પોતાની કાર પાર્ક કરી એક મહિલા ખરીદી કરવા ગઈ તે દરમ્યાન તફડંચી કરતી ટોળકીએ કારના દરવાજાનો કાચ તોડી કિંમતી માલસામાનની તફડંચી કરી હતી. આ કારમાંથી યુ.એસ. ડોલર, રોકડ રકમ સાથેની બેગની તફડંચી થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા અને વ†ાપુરમાં બનેલા બનાવો