કારની ટક્કરે બાઇક સવાર ફૂટબોલની જેમ ફંગાળાયો
જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમનો શોરૂમ ધરાવતા વેપારીની પુત્રીએ અકસ્માત સર્જ્યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે
જામનગર: જામનગરમાં રવિવારે અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જામનગરના પોશ વિસ્તાર ગણાતા વાલ્કેશ્વરી નગર માં આવેલા રસ્તા પર પુરપાટ ઝડપેે આવેલી લક્ઝૂરિયસ કારે બાઇક સવારનેેેે અડફેટે લીધો હતો આ ઘટનાનેે પગલે સ્થાનિક લોકોએ તાબડતોબ અકસ્માતમાંં ઘવાયેલા યુવકને સારવાાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડયો હતો અને આ ઘટના બાદ વધુ સારવાર માટે યુવકનેેે જામનગર થી રાજકોટ ખસેડવામાં આવ્યોયો હતો જ્યાં તેમની હાલત નાજૂક હોવાનુંં જાણવા મળેે છે.
ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. દિવસેને દિવસે લક્ઝરિયસ કાર લઈને દોડતા લોકો નો આતંક વધતો હોય તેમ જામનગરમાં પણ પૈસાદાર પાર્ટીની નબીરાએ બાઈક સવારને હડફેટેે લેવાની ઘટના સામે આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક વખત જામનગરમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થયું છે. જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમ નો શોરૂૂમ ધરાવતા વેપારીની પુત્રીએ આ અકસ્માત સર્જ્યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના ઉપર પડદો પાડવા પણ જાેર જાેરથી પ્રયાસ થઇ રહ્યા હતા પરંતુુ આજ દિવસ સુધી આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ થઇ નથી. પરંતુ આ ઘટનાને લઇને જામનગર શહેરમાં અકસ્મામાત બાદ જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે
અકસ્માત સર્જનાર સામે કાર્યવાહી કરાય તેવી પણ લોકોમાંં લાગણી અનેે માંગણી થઈ રહી છે જેથી આવા બનાવો બનતા અટકે અને નબીરાઓને પણ ભાન આવે તે માટે પોલીસે પણ કાયદાનો દંડો ઉગામવો જાેઈએ તેવું બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત બાદ કારમાંથી ઉતરતી એક યુવતી જાેવા મળી રહી છે. જાેકે, સમગ્ર ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પોલીસ ફરિયાદના અભાવે સામે આવી નથી. પરંતુ જે જગ્યાએ આ અકસ્માત થયો હતો તેનાથી થોડે દૂર આવેલી એક દુકાનના સીસીટીવી એચડી વીડિયોમાં સમગ્ર ઘટનાક્રમ નરી આંખોએ જાેવા મળી રહ્યો છે. સાંકડી સેરીમાં આવતી આ કારે બાઇક ચાલકને જાેરદાર ટક્કર મારી તે પણ નરી આખે જાેઈ શકાય છે.