કારની બારી ખોલીને મુસ્લિમ પરિવાર સાથે વાતે વળગ્યા અનુપમ

ઈદ પર ફરવા જતો હતો મુસ્લિમ પરિવાર ટ્રાફિકમાં અનુપમ ખેરની કારની બાજુમાં તેમનું સ્કૂટર હતુ, તો અનુપમ ખેરે કાચ ખોલીને તેમની સાતે સંવાદ કર્યો હતો.
મુંબઈ, તાજેતરમાં જ પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને કારણે ચર્ચામાં આવેલા બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણાં સક્રિય છે. તે પોતાના પરિવારની તેમજ અન્ય તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં જ ઈદના અવસર પર તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે.
ઈદની સાંજે અનુપમ ખેરે એક મુસ્લિમ પરિવાર સાથેની વાતચીતનો ક્યુટ વીડિયો શેર કર્યો છે. આ પરિવાર ઈદની સાંજે ફરવા માટે જૂહુ જઈ રહ્યો હતો.ટ્રાફિકમાં અનુપમ ખેરની કારની બાજુમાં તેમનું સ્કૂટર હતુ, તો અનુપમ ખેરે કાચ ખોલીને તેમની સાતે સંવાદ કર્યો હતો. અનુપમ ખેર પોતાની કારમાં હતા અને સ્કૂટર પર પતિ-પત્ની અને બે બાળકો હતા.
ટ્રાફિકમાં જ્યારે તેમણે જાેયું કે તેમની બાજુમાં ઉભેલી કારમાં અનુપમ ખેર બેઠેલા છે તો તેમણે અભિનેતાને હાથ બતાવ્યો. ત્યારપછી અનુપમ ખેરે કાચ ખોલીને તેમની સાથે વાત કરી.અનુપમ ખેરે તેમને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, બાળકોના નામ શું છે.
Beautiful Encounter on the streets of Mumbai: It was so wonderful to have a brief impromptu chat with this sweet family. मुझे बहुत अच्छा लगा इनको मिलकर।उन्हें भी शायद अच्छा ही लगा।May almighty keep them happy always. 🌺😍🌙 #Joy #Happiness #Family #HappyConversations pic.twitter.com/ZmRERZnozP
— Anupam Kher (@AnupamPKher) May 4, 2022
તેમના બે બાળકો હતા તો અનુપમ ખેરે કહ્યું કે, વાહ નાનો પરિવાર સુખી પરિવાર. તમે ઘણાં સારા લાગી રહ્યો છે. બધાના ચહેરા પર સ્માઈલ કેટલી સારી લાગી રહી છે. તેમણે પરિવારને ઈદ મુબારક પણ કહ્યું. આટલુ જ નહીં, તેમણે તે યુવક સાથે ક્યાં કામ કરે છે વગેરે વાત પણ કરી હતી. અનુપમ ખેરે પરિવારને પૂછ્યું કે શું તે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે?
તેમણે અભિનેતાને મંજૂરી આપી હતી. વીડિયો શેર કરીને અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, મુંબઈના રસ્તા પર એક સુંદર પરિવાર મને મળ્યો. તેમને મળીને મને ખૂબ આનંદ થયો, કદાચ તેમને પણ સારુ લાગ્યું હશે. ઈશ્વર હંમેશા તેમને ખુશ રાખે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો અનુપમ ખેરે તાજેતરમાં જ ફિલ્મ ઉંચાઈનું શૂટિંગ સમાપ્ત કર્યું છે. આ ફિલ્મ સૂરજ બડ્જાત્યાએ ડાઈરેક્ટ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પરીણિતિ ચોપરા, સારિકા, બોમન ઈરાની અને નીના ગુપ્તા પણ છે. આ સિવાય તે ફિલ્મ નૌટંકી માં પણ જાેવા મળશે.SSS