કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક -બે કારમાંથી રૂપિયા ૧.પ૦ લાખ ઉઠાવી ગયા

પ્રતિકાત્મક
સેટેલાઈટ ખાતે એકાઉન્ટન્ટ અને નિકોલમાં વકીલની કારને નિશાન બનાવી
અમદાવાદ, શહેરમાં કારના કાચ તોડી કીમતી માલ-સામાન અને રોકની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. સેટેલાઈટ અને નિકોલ વિસ્તારમાં એકાઉન્ટન્ટ અને વકીલની પાર્કિંગમાં પાર્ક કરેલી બે કારના કાચ તોડી ૧.પ૦ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે આ ઘટનાના પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જાેધપુરના શુભ દર્શનમાં રહેતા જયેશ તેરૈયાએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. જયેશ ઘર બેઠા એકાઉન્ટન્ટ તરીકે કામકાજ કરે છે. જયેશ ગઈકાલે તેમની કાર લઈને થલતેજ ચાર રસ્તા પાસે મિત્રના લગ્નની કંકોતરી કુરિયા કરવા માટે ગયા હતા. જયેશે મુક્તિધામ પાસે આવેલ સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી. જયેશ કામ પુરુ કરીને કાર પાસે પરત આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો તેમની કારનો કાચ તોડી બેગમાંથી રોકડા રૂા.પ૦,૦૦૦ તેમજ અગત્યના ડોકયુમેન્ટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ દહેગામ રહેતા વકીલે પણ તેમની કારનો કાચ તોડી ચોરી થયાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દહેગામ સિવિલ કોર્ટના વકીલ વિપુલભાઈ બારોટ તેમની કાર લઈને બહેનના જન્મ દિવસ માટે નિકોલ ખાતે આવેલ શબરી હોટલમાં જમવા માટે ગયા હતા. વકીલ પાર્કિંગમાં કાર પાર્ક કરીને જમવા માટે ગયા હતા ત્યારે ગઠિયો કારનો કાચ તોડી એક લાખ રોકડા તેમજ અગત્યના ડોકયુમેન્ટ સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
આ અંગેની જયેશભાઈ અને વિપુલભાઈએ વસ્ત્રાપુર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી કુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ ત્રણેય ઘટનામાં એક જ ગેંગનો હાથ હોઈ શકે છે.
શહેરમાં રોકડ રકમ, કીંમતી માલ સામાન, સોના, ચાંદીના દાગીના, લેપટોપ, રિવોલ્વર જેવી વસ્તુઓ કારમાં રેઢી મુકીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા પહેલા એક હજારવાર વિચારજાે, કારણ કે અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કારમાંથી ચોરી કરતી ગેંગ શહેરમાં ફરી સક્રિય થઈ છે.
જે ગણતરીની સેકન્ડોમાં ચોરીની ઘટનાને અંજામ આપી નાસી જાય છે. સામાન્ય રીતે માસૂમ દેખાતા બાળકો પર કોઈ ખાસ નજર રાખતું હોતું નથી, જેના કારણે ચોર ટોળકીઓ આ વાતનો ભરપુર ફાયદો ઉઠાવતી હોય છે. લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ અન્ય જગ્યા કારના કાચ પર કપડું રાખી આસાનીથી તેને તોડયા બાદ કારમાં રહેલી કીમતી ચીજવસ્તુઓ ચોરી લેતી આ ગેંગ છે.
લગ્ન પ્રસંગમાં વર કન્યા બંને પક્ષના મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોવાથી આ દિવસે કોણ કોના ત્યાં મહેમાન છે તેનો કોઈને પણ ખાસ ખ્યાલ હોતો નથી. આવા સમયે લગ્ન સમારંભ અને પાર્ટી પ્લોટમાં તેમજ કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જાય છે.
આ ચોરી કરનાર ગેંગમાં ૧ર થી૧પ વર્ષા ટાબરિયા (બાળકો)નો ઉપયોગ કરાતો હોય છે. આ ટાબરિયાઓએ ચોરી કરતાં પહેલા ખાસ તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ આ ટાબરિયાઓને સારા કપડાં પહેરાવીને રિક્ષા તથા અન્ય વાહન દ્વારા લગ્ન સ્થળે લઈ જવામાં આવતાં હોય છે. આ ટાબરિયાઓને ખાસ કરીને વર અને કન્યાના સબંધીઓની ઓળખ મેળવીને તેમને ટાર્ગેટ બનાવવાનું કહેવામાં આવતું હોય છે. (એન.આર.)