Western Times News

Gujarati News

કારમાંથી ઓઈલ ટપકે છે એવું કહીને ૧.૩૭ લાખની તફડંચી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના અગ્રણીની કારમાંથી ગઠિયા બેગ લઇ ગયાઃખાલી બેગ ઓઢવથી મળી
અમદાવાદ, મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી ડો. નીલમ પટેલ પોતાના મિત્ર સાથે કોઈ દસ્તાવેજના કામકાજ માટે નીકળ્યા હતા ત્યારે કારની બાજુમાં આવેલા ગઠિયાઓએ નીલમ પટેલને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી નીલમ પટેલ નું ધ્યાન ચૂકવી તેમની ગાડીમાંથી રોકડ રૂપિયા અને દસ્તાવેજો તથા મહત્વના કાગળો ભરેલી બેગ લઈ પલાયન થઈ ગયા હતા. જોકે શોધખોળ કરતા અગત્યના દસ્તાવેજો અને કાગળ સાથે બેગ પરત મળી હતી પરંતુ બેગમાં ના રૂપિયા ૧.૩૭ લાખ ગુમ થઈ ગયા હતા જે અંગે તેમણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે.

મણીનગરમાં રહેતા નીલમ પટેલ ને કોઈ જમીન જોવાની હતી તથા દસ્તાવેજ નું કામ હોવાથી તેઓ પોતાની કાર લઇને નીકળ્યા હતા પોતાની બેગમાં જરૂરી દસ્તાવેજો ૧.૩૭ લાખ પણ હતા મિત્ર સાથે જવાનું હોવાથી તેમણે પોતાની કા ગોરના કુવા પાસે પાર્ક કરી દીધી હતી જ્યારે મિત્રની કારમાં તેઓ બેગ લઈને બેસી ગયા હતા હવે કોઈ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ કરવાની હોવાથી અથવા ત્રિકમપુરા નજીક તેમના મિત્ર ગાડી ઉભી રાખી કરવા ગયો હતો નીલમ પટેલ ઈનોવા કારમાં બેઠા હતા ત્યારે જ બાઇક પર આવેલા બે યુવકોએ તમને કહ્યું હતું કે ગાડીમાંથી ઓઇલ ટપકે છે અને કંઈ ગંદુ પડ્‌યું છે.

નીલમ પટેલ તરત જ નીચે ઉતરી ચેક કરતા ગાડીના બોનેટ પર કબજો હતો તેથી તેમણે સાફ કરી અને પરત આવીને ગાડીમાં બેઠા અને જોયું તો પોતાની બેગ હતી. તમે તરત શોધખોળ શરૂ કરી દીધી હતી શોધખોળ કરતા ગાંધી ના કલાકો બાદ તેમની સલામતી મળી આવી હતી જેમાં ડોક્યુમેન્ટ જરૂરી કાગળ પર હતા પરંતુ બેંકમાં રૂપિયા ૧. ૩૭ લાખ હતા. જે બનાવ અંગે તેમને વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.