Western Times News

Gujarati News

કારમાંથી પરિવારના સભ્યો બહાર નહિં નીકળતા નદીમાં તણાયા

અખલોલ નજીક રાત્રે બનેલી ઘટનામાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો  : ઘસમસતા પ્રવાહમાં બંધ પડેલી કારમાંથી બહાર નીકળી જવા લોકોએ બુમો પાડી છતાં પરિવારના સભ્યો
કારને ધક્કો મારતા સર્જાયેલી કરૂણાંતિકા

(પ્રતિનિધિ) અમદાવાદ: ભાવનગરના અખલોલ જકાતનાકા પાસે ગઈકાલે રાત્રે અમદાવાદના પરિવાર સાથેની કાર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે ઓવરબ્રીજનો ડ્રાયવર્ઝન ધોવાઈ જતાં આ સમગ્ર ઘટના ઘટી હતી આ સ્થળ ઉપર નદીના ધસમસતા પ્રવાહમાં કોઈ તણાઈ નહીં તે માટે સ્થાનિક નાગરિકો અને તરવૈયાઓની ટીમો તૈનાત હતી ત્યારે જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો પરિવાર કારમાં પસાર થઈ રહયો હતો ધસમસતા પ્રવાહમાં કાર બંધ થઈ જતા ઉભેલા નાગરિકોએ તેમને બહાર નીકળી જવા જણાવ્યું હતું.

પરંતુ પરિવારના સભ્યો બહાર નહી નીકળતા આખરે આખો પરિવાર તણાયો હતો પરંતુ તરવૈયાઓએ ત્રણ વ્યÂક્તઓને ગંભીર હાલતમાં બહાર કાઢી હતી જયારે બે ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ બે વ્યÂક્તઓની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો ઉમરાળીયા પરિવાર સામાજીક પ્રસંગે ભાવનગર પાસે આવેલા ગામે જઈ રહયો હતો ગઈકાલે રાત્રે ચાલક કેયુરભાઈ કાર લઈને અખલોલ જકાતનાકા પાસે પહોંચ્યા હતા આ સ્થળે ઓવરબ્રીજ બનાવવામાં આવેલો છે અને તેનું ડ્રાયવર્ઝન આપવામાં આવેલુ છે.

પરંતુ ડ્રાયવર્ઝન ધોવાઈ જતાં નદીનો ધસમસતો પ્રવાહ તેના ઉપરથી પસાર થઈ રહયો હતો જેના પરિણામે સેવાભાવી યુવકો અને તરવૈયાઓ ત્યાં હાજર થઈ ગયા હતા અને તેઓએ અનેક લોકોને તે સ્થળેથી પસાર થતા અટકાવ્યા હતા જેના પરિણામે આ લોકોના જીવ બચી ગયા હતાં આ દરમિયાનમાં કેયુરભાઈ પુરઝડપે પોતાની ઈકો કાર લઈને ત્યાંથી પસાર થતા હતા અને તેઓએ કાર ધસમસતા પ્રવાહમાં નાંખી હતી પરંતુ પાણીના કારણે કાર બંધ થઈ જતાં તમામ લોકો ફસાયા હતાં કારમાં કુલ ૭ વ્યક્તિ હતી જેમાં કયુરભાઈ તેમના પત્નિ રીટાબેન, આરાધ્યા, લત્તાબેન, ચેતનભાઈ, દિનેશભાઈ અને નેહાબેનનો સમાવેશ થાય છે. અખલોલ નદીના ધસમસતા પ્રવાહમાં કાર બંધ થઈ જતાં કારમાં બેઠેલી કેટલીક વ્યક્તિ તેને ધક્કો મારવા નીચે ઉતરી હતી પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી કાર સાથે આ તમામ સાતેય વ્યક્તિ તણાવા લાગી હતી.

કાર નદીમાં ફસાતા જ કિનારા પર ઉભેલા યુવકોએ બુમાબુમ કરી તમામ લોકોને કારમાંથી નીચે ઉતરી કિનારા પર આવી જવા જણાવ્યું હતું પરંતુ કારમાં બેઠેલી તમામ વ્યક્તિખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેમ કરવાને બદલે કારને ધક્કો મારવાનો પ્રયાસ કરતા તમામ લોકો તણાયા હતા આ દ્રશ્ય જાઈ કિનારા પર ઉભેલા યુવકો ચોંકી ઉઠયા હતાં સમય જતાં પાણીનો પ્રવાહ વધવા લાગ્યો હતો અને એક સાથે પરિવારના સાત સભ્યો કાર સાથે તણાવા લાગતાં નાગરિકોએ બુમાબુમ કરી મુકી હતી

ભાવનગરમાં જ રહેતા અશરફભાઈ નામના જાબાજ યુવકે જાનના જાખમે નદીના ઘસમસતા પ્રવાહમાં પડયા હતા અને તેમણે ત્રણ જેટલી વ્યક્તિગંભીર હાલતમાં બહાર કાઢી હતી જયારે રીટા અને કેયુરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં હજુ પણ બે વ્યક્તિલાપત્તા છે મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી પરંતુ નદીના ધસમસતા પ્રવાહના કારણે આ બંને  વ્યક્તિ સુધી ખેંચાઈ ગઈ હોય તેવુ મનાઈ રહયું છે વહેલી સવારથી ફરી એક વખત એનડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.