કારમાં એકલી વ્યક્તિ માટે માસ્ક પહેરવું જરૂરી નથી

નવી દિલ્હી, કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે પણ તમામ લોકોને માસ્ક ધારણ કરવા લાઇડલાઇન જારી કરી છે.પરંતુ કોઈક વ્યક્તિ કારમાં એકલી મુસાફરી કરી રહી હોય તો પણ તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય છે? આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જવાબ આપ્યો છે કે કેન્દ્ર તરફથી આવા કોઈ દિશા નિર્દેશ જારી નથી થયા. અર્થાત કોઈ વ્યક્તિ એકલી કારમાં સફર કરી રહી હોય તો તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય નથી. હકીકતે દિલ્હીમાં એકલા કારમાં ડ્રાઇવ કરતી વખતે પણ માસ્ક ધારણના કરનારા લોકોનું રૂપિયા ૨,૦૦૦નું ચલણ કાપવામાં આવે છે. તે પહેલાં રૂપિયા ૫૦૦નું ચલણ કપાતું હતું. દિલ્હીમાં બંધ કારમાં એકલા સફર કરી રહેલા કેટલાક વકીલોના ચલણ પણ કપાયા હતા. તે પછી તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે બંધ કારમાં એકલા સફર કરી રહેલી વ્યક્તિનું ચલણ કાપવું ગેરકાયદે હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
દિલ્હી હાઇકોર્ટે આ અરજીઓની સુનાવણી હાથ ધરતાં દિલ્હી પોલીસ, દિલ્હી સરકાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય મંત્રાલયને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામું દાખલ કરીને જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હવે પછીની સુનાવણી ૧૨ જાન્યુઆરીએ યોજાશે. દેશમાં કોરોના રસીકરણના પ્રારંભ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે ૪ કલાકે દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં કોરોના રસીકરણની તૈયારીઓ અંગે ચર્ચા કરાશે.SSS