Western Times News

Gujarati News

કારમાં ગુપ્ત ખાનુ બનાવી દારુની હેરાફેરી કરતા બે ઝડપાયા

વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની બાતમી મળતા રામોલ પોલીસે રેડ કરી
અમદાવાદ,  લોકડાઉનમાં પણ દારૂની હેરાફેરી કરવાનું ખેપિયાઓ ભૂલ્યા નથી. રોડ પર પોલીસ પહેરો ગોઠવીને બેઠી હોય તેમ છતાંય આ ખેપિયાઓને કોઈનો ડર ના હોય તેમ દારૂનો જથ્થો લઈને નીકળ્યા હતા. પોલીસ પણ ક્યાંય ઢીલી નથી પડતી તે ત્યારે સાબિત થયું જ્યારે આ ખેપિયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ખેપિયાઓ ગાડીમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અનલોક-૧માં પોલીસ હજુય લોકોને કાયદાનું ભાન કરાવવા અને નિયમો પળાવવા માટે રોડ પર છે. સતત ત્રણ માસથી પોલીસ સતત રોડ પર બંદોબસ્તમાં રહેલી છે. ત્યારે રામોલ પોલીસે વસ્ત્રાલ રોડ પર પોઈન્ટ પર ફરજમાં હતી ત્યારે બે લોકો દારૂની ખેપ મારવા નીકળવાના હોવાની બાતમી મળી હતી. પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી હતી. ત્યારે બે લોકો શંકાસ્પદ રીતે વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. પોલીસે આ બને લોકોની સેન્ટ્રો કારમાં તપાસ કરી હતી.

ત્યારે કારમાં ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં પોલીસને દારૂની બોટલો મળતા જ પોલીસ પણ આ મોડ્‌સ ઓપરેન્ડી જાઈને ચોકી ઉઠી હતી. રામોલ પોલીસે આરોપી ગોવિંદસિંગ ચૌહાણ (ઉદેપુર) અને દિલીપસિંગ ચૂંડાવત (ઉદેપુર)ની ધરપકડ કરી હતી. બને આરોપીઓ પાસેથી પોલીસે વિદેશી દારૂની ૨૪ બોટલો કબ્જે કરી હતી. આરોપીઓએ પેટ્રોલની ટાંકી નીચે ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.