કારમાં સેક્સની ના પાડતાં પ્રેમિએ પ્રેમિકાને ફટકારી
સુરત, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારની લુથરા કોલેજની બહાર કારમાં શરીર સંબંધ બાંધવાની ના પાડતા પ્રેમીએ પ્રેમિકાને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.. પ્રાપ્ત માહિતી મુજબ કારમાં સેક્સ કરવાની માંગણી કર્યા બાદ ઝઘડો કરીને માર મારતા પ્રેમિકાએ પ્રેમી સામે ઉમરા પોલીસમાં જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પ્રેમીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી કલ્પના (૧૯- નામ બદલ્યું છે) છેલ્લા ચારેક વર્ષથી તેની સ્કુલના સીનિયર વિદ્યાર્થી રોહિત મંડલના સંપર્કમાં હતી. કલ્પનાએ તાજેતરમાં ઘોરણ-૧૨ પાસ કર્યું છે, જ્યારે રોહિત કાપડના દલાલીનું કામ કરે છે. બંને છેલ્લા ચાર-પાંચ મહિનાથી એકબીજાને મળતા હતા. આ દરમિયાન પહેલી સપ્ટેમ્બરના રોજ કલ્પના રોહિતને મળવા ગઈ હતી અને કારમાં ફરતા-ફરતા અઠવાલાઇન્સ સ્થિત લુથરા કોલેજ પહોંચ્યા હતા.
આ દરમિયાન રોહિતે કલ્પનાને કારમાં શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. પરંતુ તેણીએ ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમ છતાં રોહિતે તેની સાથે જબરજસ્તી કરતા કલ્પનાએ તેનો પ્રતિકાર કર્યો હતો જેથી અકળાયેલા રોહિતે કલ્પનાને ત્રણ-ચાર લાફા માર્યા હતા.
ત્યારબાદ કલ્પના ત્યાંથી જતી રહી અને સમગ્ર ઘટના અંગે માતાને જાણ કરતા પરિવારે પ્રેમી રોહિત સામે ઉમરા પોલીસમાં જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SSS