Western Times News

Gujarati News

કારમાં GJ01-WF અને ટુ-વ્હીલરમાં GJ01-VS ની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે.

File

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીનાનંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુકવાહનમાલિકોએ આગામી તા.૧૫ થી૧૭ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાનીરહેશે.

મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાંGJ01-VS ની નવી સીરીઝમાંગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતાવાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancyપર આગામી તા.૧૫ થી૧૭ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનુંરહેશે. ત્યારબાદ તા. ૧૮અને ૧૯ફેબ્રુઆરી૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancyવેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોયતેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગલેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડનીરકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.