કારીગરના ગળા ઉપર છરો મુકી બે શખ્સોએ ૧૧ હજારની લૂંટ કરી
આદિત્ય પાલ અને તેનામિત્રને લૂંટી લેવાયો, બે અજાણ્યાઅો ઘરમાં ઘુસી આવી આદિત્યના ગળા ઉપર છરો મુકી તેના મિત્રને મારમારી રોકડા ૭૦૦ અને મોબાઈલ લૂંટી ગયા
સુરત,ઉધના હરિનગરમાં રહેતા સંચા ખાતાના કારીગરના મકાનમાં રાત્રે છરા સાથે ઘસી આવેલા બે અજાણ્યાઍ કારીગરના ગળા ઉપર છરો મુકી તેના મિત્રને મારમારી રોકડા ૭૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપીયા ૧૧,૭૦૦ના મતાની લૂં્ટ ચલાવી નાસી ગયા હતા.
ઉધના પોલીસના જણાવ્યા મુજબ હરિનગર નં-૨ અમ્રુતનગર સાંઈકુપા ઍપાર્ટમેન્ટમાં રહેતા આદિત્ય નારાયણ પાલ (ઉ.વ.૨૧) સંચા ખાતામાં કામ કરે છે. આદિત્યના ઘરમાં ગત તા ૨૬ ડિસેમ્બરના રોજ બે અજાણ્યાઅો છરા સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઅોઍ આદિત્યના ગળા ઉપર છરો મુકી તેના મિત્રને ડરાવી ધમકાવી મારમાર્યો હતો અને આદિત્યનો મોબાઈલ અને રોકડા ૭૦૦ મળી કુલ રૂપીયા ૧૧,૭૦૦ લૂંટી નાસી ગયા હતા. પોલીસે આદિત્યની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.