Western Times News

Gujarati News

કારે મોપેડને ટક્કર મારતા પુત્રીનું મોત, પિતા ઘાયલ

નવસારી: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના થોડા દિવસ પહેલા નવસારીમાં ઘટી હતી. જાેકે, આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જાેઈને ભલભલાના રુંવાડા ઊંભા થઈ જાય. અહીં નેશનલ હાઇવે ૪૮ ઉપર ફૂલ સ્પીડે જતી કારે આગળની કારને અડફેટે લીધી અને કારની ટક્કરથી બીજી કાર બેકાબુ બનીને મોપેડ ઉપર જતા પિતા પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે નવસારીમાં આવેલા નેશનલ હાઈવે ૪૮ ઉપર ગ્રીડ નજીક આશરે દસ દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પિતા પુત્રી હોટલમા જમવા ગયા બાદ પોતાના મોપેડ ઉપર ઘરે જઈ રહ્યા હતા. તેઓ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમને અડધાર્યો અકસ્માત નડ્યો હતો.મોપેડ ઉપર પિતા પુત્રી આરામથી જઈ રહ્યા ત્યારે એક બેકાબુ કારે તેમને અડફેટે લીધા હતા અને બંને પિતા પુત્રી મોપેડ સાથે ફંગોળાયા હતા. અને પુત્રી રોડ ઉપર જ પટકાઈ હતી. જેથી તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિતાને પણ ઈજાઓ પહોંચતા બંનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે દસ દિવસની લાંબી સારવાર બાદ યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાના સીસીટીવીના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથધરી હતી. હોટલનું પિતા સાથેનું ભોજન પુત્રી માટે અંતિમ બની ગયું હતું. જાેકે, આ કમકમાટી ભરી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ હતી. વીડિયોમાં જાેઈ શકાય છે

પિતા પુત્રી પોતાના મોપેડ ઉપર હાઇવે ઉપર પસાર થઈ રહ્યા છે. તેમના મોપેડથી થોડા અંતરે એક ફૂલ સ્પીડે આવેલી કારે આગળ જતી કારને જાેરદાર ટક્કર મારી હતી. કારની જાેરદાર ટક્કરથી આગળની કાર બેકાબુ બની ગઈ હતી. જાેકે, કાર ગતિમાં હોવાથી પોતાની આગળ મોપેડ ઉપર જતા પિતા પુત્રીને ટક્કર મારી હતી. અને કાસ સાથે ઘસેડ્યા હતા. આ જાેરદાર અકસ્માતમાં પુત્રી રોડ ઉપર પટકાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.