કારોલીન પ્રાંતમાં વેનસ ફ્લાયટ્રેપ નામનો ખૂંખાર છોડ
નવી દિલ્હી: જ્યારે આપણી સામે ખૂંખાર જીવની વાત આવે ત્યારે આપણા મનમાં સૌપ્રથમ તો વાઘ, સિંહ, દીપડા, મગર શાર્ક જેવા પ્રાણીઓની છબી બની જાય છે. ક્યારેય કોઈ છોડ મગજમાં નથી આવતો. અલબત્ત કારોલીન પ્રાંતમાં વેનસ ફ્લાયટ્રેપ નામનો ખૂંખાર છોડ છે. જે મધમાખી, માખી અને કરોળિયા સહિત નાના-મોટા જીવજંતુઓને ભરખી જાય છે. પહેલી નજરે આ પ્લાન્ટ ટ્રેપ જેવું લાગે છે, જેથી જીવજંતુઓ તેમાં ફસાઇ જાય છે. રેડિટ વીડિયોમાં આ પ્લાન્ટને જાેઈ શકાય છે. નામના યુઝરે સબરેડિટ/ઓડલીસેટિસફાય સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં આ વિનસ નામનો છોડ કેવી રીતે શિકાર કરે છે
તે બતાવાયું છે. આ વિડીયો ૪૭ સેકન્ડનો છે. વિડીયોમાં પ્લાન્ટ પર ભમરી બેઠેલી દેખાય છે. આ માખી ગુલાબી કલરના ફૂલ જેવા દેખાતા આ પ્લાન્ટથી આકર્ષિત થઈ છે. ભમરીને ખ્યાલ નથી કે તે કેટલી જાેખમમાં છે. તે ધીમે ધીમે ખુલ્લા ટ્રેપમાં અંદર તરફ જાય છે. જે બાદ ટ્રેપ બંધ થઇ જાય છે. જાેકે ભમરી છટકવાનો પ્રયાસ કરે છે પણ સફળ રહેતી નથી. પ્લાન્ટ બંધ થઈ જાય છે અને ભમરી અંદર જ ફસાઈ જાય છે. આ વીડિયો રેડિટમાં ઓડલીસેટીસફાઈ ગણવામાં આવ્યો છે.
વીડિયોને ૮૬૯ જેટલા વોટ પણ મળ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ભાગવું છે? ખૂબ ઝડપી નથી. લવ વીએફટી. મારી બારીમાં પણ આ છોડ છે જે કીડીને ખાઈ જાય છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, સાયકોપાથ ભમરી જેના લાયક હતી તે મળી ગયું. તેની બેદરકારી તેને મૃત્યુ તરફ લઈ ગઈ. વધુ એક યૂઝરે લખ્યું કે, વિનસ ફ્લાયટ્રેપ તેના શિકાર સાથે શેડો ગેમ રમે છે. વિનસ ફ્લાયટ્રેપના ખૂની વૃત્તિ અંગે એક યૂઝરે કહ્યું કે, વિનસ ફ્લાયટ્રેપ સૂર્યમાંથી ઉર્જા મેળવી શકે છે પરંતુ તેને મર્ડર કરવું ગમે છે.
આ છોડનો ફાંસો જીવજંતુ માટે જીવલેણ બની જાય છે. શિકાર માટે તે પાંજરા તરીકે કામ કરે છે. જેથી શિકાર છટકી ન શકે. એકવાર શિકાર અંદર આવી ગયા બાદ બહાર નીકળવા સંઘર્ષ કરે છે. અંદરની બાજુ પરનો ચીકણો પદાર્થ શિકારને અંદરથી વધુ ફસાવી દે છે. એક કલાક પછી છોડમાંથી સ્ત્રાવ જેવા ગુંદર સાથે સંપૂર્ણપણે બંધ થાય છે અને શિકારના અંગોને તેના પાચક રસ સાથે શોષી લે છે. એકંદરે આ કુદરતના કરિશ્મા સમાન છે.