કાર્ટોસેટ-૩ના લોંચ માટેની તૈયારીઃ સુક્ષ્મ ચીજો દેખાશે
કાર્ટોસેટ-૩ જમીન પર રહેલી ૦.૨૫ મીટર કદની નાની અને સુક્ષ્મ વસ્તુને જોઇ શકશેઃ ૨૦મીએ લોન્ચની તૈયારી
બેંગલોર, છ મહિના બાદ રૂટીન મિશન તરફ પરત ફરીને હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ( ઇસરો) દ્વારા નવી નવી તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. હવે ઇસરો કાર્ટોસેટ-૩ ઉપગ્રહને લોંચ કરવા માટેની તૈયારીમાં વ્યસ્ત છે. કાર્ટોસેટ-૨ની તુલનામાં આમાં વધારે મજબુત કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જે નાની નાની સુક્ષ્મ ચીજાને પણ નિહાળી શકે છે. કાર્ટોસેટ-૩ ઉપગ્રહ ધરતી પર ૦.૨૫ મીટર કદની નાની અને સુક્ષ્મ ચીજાને પણ નિહાળી શકે છે. ઇસરોના ઉચ્ચ સ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ઉપગ્રહને ૨૦મી નવેમ્બરના દિવસે લોંચ કરવામા આવી શકે છે. આના માટે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે તમામ તૈયારી ચાલી રહી છે.
ઇસરો પોતાના ધ્રુવીય ઉપગ્રહ યાન પીએસએલવી સી-૪૭ મારફતે આ ઉપગ્રહને લોંચ કરનાર છે. આની સાથે જ વિદેશી ઉપગ્રહો પણ મોકલવામાં આવનાર છે. જો કે કયા ક્યાં દેશના ઉપગ્રહ મોકલવામાં આવનાર છે તે સંબંધમાં હજુ સુધી માહિતી સપાટી પર આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ ૧૪થી વધારે વિદેશી ઉપગ્રહોને લોંચ કરવામાં આવનાર છે.
જો કે જુદા જુદા સમય પર આ ઉપગ્રહ લોંચ કરવામાં આવનાર છે. ૨૨મી મેના દિવસે રિસેટ-૨ બીના લોંચ બાદ ઇસરો રૂટીન કામગીરી પર છે. ઓક્ટોબર સુધી તો ચન્દ્રયાન-૨ પર કામગીરી ચાલી રહી હતી. હવે ઇસરો નવા કામમાં વ્યસ્ત છે. ઇસરોના વડા કહી ચુક્યા છે. આગામી સમયમાં ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ પણ કરવામાં આવનાર છે. આની તૈયારી પણ શરૂ કરવામાં આવનાર છે.