કાર્ડિયોવસ્ક્યુલર બિમારીમાં સ્ટ્રોક સામે રક્ષણ
કાર્ડિયોવસ્ક્યુલર બિમારીમાં સામાન્ય રીતે રક્ત વાહિનીઓ બ્લોક થઇ જાય અથવા સંકળાય જાય છે. જેના લીધે હાર્ટ અટેક, છાતીમાં દુખાવો, અને સ્ટ્રોક આવવાનુ જોખમ વધુ રહે છે. હ્રદયની અન્ય સ્થિતિમાં હ્રદયના સ્નાયુઓ, વાલ્વ, અને રિધમ પર અસર થાય છે. જે હ્રદયની બિમારીનો જ પ્રકાર છે. વિશ્વમાં મૃત્યુદર અને મોર્બિડિટી માટેનુ સૌથી મોટુ કારણ બેઠાડુ જીવન, ધુમ્રપાન, તણાવ અને હાયપર ટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વિતા જેવી જીવનશૈલી આધારિત બિમારીઓ છે. જેના લીધે હાર્ટ ફેઈલ, હાર્ટ અટેક અને એટ્રિલ ફાઈબ્રિલેશન (એએફ)નુ જોખમ વધી જાય છે.
CAD અંગે માહિતી આપતા અપોલો હોસ્પિટલ,ગાંધીનગરના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડો. સમીર દાણી જણાવે છે કે, મારા કાર્યકાળમાં 70થી 80 ટકા દર્દીઓમાં ડાયાબિટિસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હાયપર ટેન્શનના લીધે CAD વિકસિત થઈ રહ્યો હોવાનુ જોખમ વધુ જોવા મળે છે. હવે 40 કે તેથી નીચેની વય ધરાવતા દર્દીઓ પણ CADનો ભોગ બની રહ્યા છે. જે અત્યંત ગંભીર વિષય છે. રોજિંદા આવતા કુલ દર્દીઓમાંથી આશરે 15 ટકા યુવા દર્દીઓ CADના દર્દીઓ હોય છે. જેનુ કારણ બદલાતી જીવનશૈલી, પરિવારમાં હ્રદયરોગનો ઈતિહાસ, કોરોનરી આર્ટરી ડિસિઝ છે.
જો કે, દર્દી દ્વારા પરિવારના અન્ય સભ્યોને તેની અસર થવાની ઘટનાઓ લગભગ છેલ્લા દસ વર્ષથી ઘટી છે. PADમાં CADના 10થી 15 ટકા દર્દીઓ PADનો પણ ભોગ બન્યા હોવાનુ નિદાન થાય છે. ઘણીવાર સ્થિતિ લાક્ષણિક હોય છે. ઘણા કેસોમાં અમારા નિરિક્ષણમાં પગમાં ખાલી ચડવી, થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. દર્દીઓ કોરોનરી લક્ષણો અંગે અસમંજસમાં હોય છે. PADના દર્દીઓમાં સ્ટ્રોકનુ જોખમ અને કોરોનરી સંબંધિત બિમારીઓનુ જોખમ વધુ જોવા મળે છે. તેમજ નીચલા અંગ નકામા બનવાનુ જોખમ પણ છે. ધુમ્રપાન, ડાયાબિટિસ, શારિરિક કરસતોનો અભાવ, તણાવ, વારસાગત, હાઈ કોલેસ્ટ્રોલ અને અયોગ્ય આહારને લીધે PADનો ભોગ બને છે.
કોરોનરી આર્ટરી ડિસિઝ (CAD) અને પેરીફેરલ આર્ટરી ડિસિઝ (PAD) ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસિઝ દ્વારા ઉદ્દભવતા સીવીડીના સામાન્ય લક્ષણો છે. જે અથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખાય છે. જેના લીધે લોહીમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ થતો બંધ થાય છે. તેમજ લોહીની ગાંઠો થાય છે. આ બિમારીને અથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખાય છે.
કોરોનરી આર્ટેરી ડિસિઝ (CAD) અને પેરિફેરલ આર્ટેરી ડિસિઝ (PAD) વિશે સમજો
જ્યારે શરીરમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને પ્લકનુ પ્રમાણ વધે છે. ત્યારે સીએડીનો ઉદ્દભવ થાય છે. જે રક્તવાહિનીઓને બ્લોક કરી હ્રદયમાં લોહી પહોંચાડવામાં અવરોધ પેદા કરે છે. વિશ્વમાં હાર્ટ ડિસિઝ માટે આ બિમારીનુ પ્રમાણ વધુ જોવા મળે છે. 2016માં 54.5 મિલિયન ભારતીયો તેનો ભોગ બન્યા હતા.
PAD એ પેરિફેરલ આર્ટેરિઝને અસર કરતી ફેલાતી સમસ્યા છે. જે મુખ્યત્વે નીચલા અંગમાં હોય છે. ભારતમાં 41 મિલિયન લોકો તેનો ભોગ બન્યા છે. જેમાં રક્તવાહિનીઓમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને પ્લક એકત્ર થવા લાગે છે. જે નીચલા અંગ સુધી પ્રસરતા લોહીમાં ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવામાં અવરોધ પેદા કરે છે. જેના લીધે ગાંઠ થવાનુ જોખમ વધે છે. CAD અને PAD સ્ટ્રોક અને હાર્ટ અટેકનુ કારણ બની શકે છે. જેના લીધે નીચલો અંગ નકામો બને છે. અપંગતા આવવા ઉપરાંત મૃત્યુનુ જોખમ રહે છે.
CAD અને PAD માટે સારવાર –આંકડાઓ અનુસાર, CAD/PAD ધરાવતા લોકોમાં સ્ટ્રોક અને એમ્પ્યુટેશનનુ જોખમ વધુ રહ્યુ હોય છે. વહેલા નિદાન અને અસરકારક સારવાર મારફત આ પ્રકારના હુમલામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. હાલમાં જ હાથ ધરાયેલા કોમ્પાસ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, એન્ટીકોગ્યુલેન્ટ દવાઓના ઓછા ડોઝ સાથે એન્ટીપ્લેટલેટ થેરેપી સ્ટ્રોક અને એમ્પ્યુટેશનના જોખમ સામે રક્ષણ આપે છે. તેમાં પણ જે દર્દીઓમાં જોખમમાં પ્રમાણ વધુ હોય ત્યાં તે અસરકારક છે.