કાર્તિકી પૂર્ણિમાએ શુકલતીર્થના નર્મદા તટે તીર્થ પિતૃ તર્પણ વિધિ માટે લોકો ઉમટ્યા

શુકલતીર્થ ખાતે પિતૃ તર્પણ વિધિ અને દીપદાનનું અનેરું માહત્મ્ય
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં અનેક તીર્થો આવેલાં છે પરંતુ કાર્તિકી પૂર્ણિમાએ ભરૂચ તાલુકાના શુકલતીર્થના તીર્થનું અનેરું મહત્વ રહેલું છે અને આ તીર્થ શુકલેશ્વર મહાદેવ મંદિરની તપોવન ભૂમિ ઉપર કોરોનાના કહેરથી પરંપરાગત યોજાતો મેળો રદ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ તીર્થ ઉપર તીર્થ શ્રાદ્ધ અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટેની વિધિનું અનેરું મહત્ત્વ રહેલું છે મોટી સંખ્યામાં વહેલી સવારથીજ શ્રદ્ધાળુઓએ ભૂદેવ સાથે ઉપસ્થિત રહી પિતૃ તર્પણ વિધિ કરી હતી.
પુરાણોમાં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચથી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે કાર્તિ?કી અગિયારસથી પૂનમ સુધી શુકલર્તીથની ધાર્મિક જાત્રા દર વર્ષે યોજાય છે.સતત બીજા વર્ષે કોરોનાના કારણે ધાર્મિક મેળો બંધ રખાયો છે.તેમ છતાં મોટી સંખ્યા માં શ્રધ્ધાળુઓ એ ઉમટી નર્મદાસ્નાન, દર્શન, પિતૃતર્પણ અને દીપદાન કર્યું હતું.
પાપોને નાશ કરવાને લીધે શુકલતીર્થ મહા પુણ્યશાળી છે અને શુચિ એટલે કે શુદ્ધ બનીને રેવા જલની એક અંજલિ આપનારાના બધા પિતૃઓ તૃપ્ત થાય છે તેથી આ તીર્થ ઉપર તીર્થ શ્રાદ્ધ માટેનું કોઈ ઉત્તમ દિવસ હોય તો છે કાર્તિકે પૂર્ણિમા પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગ્રામ પંચાયત દ્વારા રદ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ તીર્થ ની તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી મૃત્યુ પામેલ લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે મોડી રાત્રિએ થી લોકો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સમગ્ર રાત્રી દરમિયાન નર્મદા નદીના ઘાટ ઉપર પણ મોડી રાત્રી થી વહેલી સવાર સુધી ભૂદેવોએ વિધિ કરાવી હતી.