કાર્તિક અને સારાની ફિલ્મનુ શુટિંગ પૂર્ણ: ૨૦૨૦માં રજૂ
મુંબઇ, કાર્તિક આર્યન અને સારા અલી ખાન હજુ સુધી નામ જાહેર નહીં કરવામાં આવેલી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મમાં સારા અલી ખાન અને સારા અલી ખાન કામ કરી રહ્યા છે. ફિલ્મ આગામી વર્ષે ૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ઉપરાંત હવે ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. જે ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવ્યુ નથી તે ફિલ્મનુ નામ લવ આજ કલ-૨ રાખવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૦૭માં આ ફિલ્મ રજૂ કરવામાં હતી. જેમાં વિદ્યા બાલનની ભૂમિકા પડકારરૂપ હતી. કાર્તિક તેની સારા અલી ખાન સાથેની ફિલ્મ લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે.
ફિલ્મની પટકથાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. કાર્તિક બોલિવુડમાં ઓછી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. ઉભરતા સ્ટાર કાર્તિકનુ નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. જા કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા આવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે.
બોલિવુડમાં નવી અભિનેત્રીઓ તેને ખુબ પસંદ કરે છે. જેમાં સારા અલી ખાન અને અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. તે ખુબ કુશળ સ્ટાર છે.અનન્યાની ખુબસુરતીની પ્રશંસા કરતા તે થાકતો નથી. તેનુ કહેવુ છે કે સારા અલી ખાન દ્વારા તેને લઇને કરવામાં આવેલી પ્રતિક્રિયાથી ખુશ છે તે સારા અલી ખાનની બાબતોને પસંદ કરે છે. સારા એક વખત હાલમાં કહી ચુકી છે કે તે આર્યનની સાથે ડેટ પર જવાનુ પસંદ કરે છે. કાર્તિક પાસે કોકટેલ-૨ ફિલ્મ રહેલી હોવાનુ જાણવા મળ્યુ છે. સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે કામ કરીને ખુશ છે. તેની લાંબા ગાળાની ઇચ્છા પૂર્ણ થઇ છે. તે ઘણા સમયથી કાર્તિક સાથે કામ કરવા માટે ઇચ્છુક હતી. હવે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં છે.