કાર્તિક આર્યનને ૨૦ કરોડમાં લગ્ન કરવાની ઓફર મળી
મુંબઇ, કાર્તિક આર્યન સારી રીતે જાણે છે કે ચાહકોનું દિલ કેવી રીતે જીતવું. ‘ભૂલ ભુલૈયા ૨’ અભિનેતાએ તાજેતરમાં એક મહિલા ફેન્સને શરમાવી દીધી જ્યારે તેણે તે ફેનના લગ્નના પ્રપોઝલને પોતાના અંદાજમાં સ્વીકાર્યુ. કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર ‘લુડો’ ફેમ ચાઈલ્ડ આર્ટિસ્ટ ઇનાયત વર્મા સાથેનો એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં ઇનાયત ફિલ્મ ‘ધમાકા’ના કાર્તિકના ડાયલોગને રિપીટ કરી રહ્યો છે. આ વીડિયો ફેન્સની સાથે સેલેબ્સને પણ ઘણો પસંદ આવ્યો છે. કાર્તિક આર્યને આ વીડિયો લગભગ એક દિવસ પહેલા શેર કર્યો હતો, જેના પર ૧૩ લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. રોહિત બોસ રોયે વીડિયો પર કોમેન્ટ કરીને અભિનેતા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
તેણે લખ્યું, ‘વાહ.’ જાેકે, અહીં એક મહિલા પ્રશંસકે બધાનું ધ્યાન ખેંચ્યું. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં મહિલા ફેને કાર્તિક આર્યનને ૨૦ કરોડ રૂપિયાના બદલામાં તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. ફિમેલ ફેને લખ્યું, ‘મારી સાથે લગ્ન કરો, હું તમને બદલામાં ૨૦ કરોડ આપીશ.’ કાર્તિકે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો, ક્યારે ? કાર્તિકના જવાબ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કાર્તિક આર્યન અવારનવાર તેના ચાહકો સાથે જાેડાય છે, તે પોતાના ચાહકો પ્રત્યે ઉદાર સ્વભાવ ધરાવે છે. થોડા દિવસો પહેલા જ તે પોતાવી ૨ ફિમેલ ફેન્સને મળવા માટે આવ્યો હતો જેઓ તેના ઘરની બહાર આવીને ઉભી હતી. કાર્તિક આર્યન ટૂંક સમયમાં ‘શહેઝાદા’માં જાેવા મળશે. રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અલ્લુ અર્જુનની ફિલ્મની હિન્દી રિમેક છે. શહેઝાદામાં મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોહિત બોસ રોય અને અંકુર રાઠી પણ છે. આ ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.SSS