કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ, પ્રાર્થના કરવા માટે ફેન્સને અપીલ
મુંબઇ: દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસે માથું ઊંચક્યું છે. દેશના ઘણા રાજ્યોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે બોલિવૂડનો વધુ એક સ્ટાર કાર્તિક આર્યન પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે.
કાર્તિક આર્યને પોતે પોસ્ટ શેર કરી તેના ફેન્સને આ અંગે માહિતી આપી છે. તેણે પોઝિટિવનું નિશાન શેર કરતાં તેના ફેન્સને દુઆ કરવા અપીલ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, પોઝિટિવ હો ગયા. દુઆ કરો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કાર્તિક આર્યન લેક્મે ફેશન વીકમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન તે તેની કોસ્ટાર કિયારા અડવાણી સાથે નજરે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે ધમાકા, ભૂલ ભુલૈયા ૨ અને દોસ્તાના ૨ જેવી ફિલ્મ છે. હાલ તે ભૂલ ભુલૈયા ૨ની શૂટિંગમાં વ્યસ્ત હતો. હવે જાેવાનું રહેશે કે ક્યારે તે સ્વસ્થ્ય થઇને કામ પર પરત ફરશે. બીજી બાજુ, હાલમાં જ બોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર સતીશ કૌશિક પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં રણબીર કપૂર, વરૂણ ધવન, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જેવા કલાકાર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે.