કાર્તિક કિયારા સાથે “ભૂલ ભૂલૈયા ૨”ના પ્રમોશનમાં વ્યસ્ત
દરેક વ્યક્તિ માત્ર કામ ઈચ્છે છે, સારું કામ ઈચ્છે છે.
કાર્તિક એપ્રિલ, ૨૦૨૧માં કરણ જાેહરની ફિલ્મ દોસ્તાના ૨માંથી કોન્ટ્રોવર્શિયલ એક્ઝિટ થતાં કાર્તિક સમાચારમાં છવાયો હતો
મુંબઈ, એપ્રિલ, ૨૦૨૧માં કરણ જાેહરની ફિલ્મ ‘દોસ્તાના ૨’માંથી કોન્ટ્રોવર્શિયલ એક્ઝિટ થતાં કાર્તિક આર્યન સમાચારમાં છવાયો હતો. તેણે જ્હાન્વી કપૂર સાથે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કરી લીધું હતું, પરંતુ બાદમાં પ્રોડક્શન હાઉસે કાર્તિક આર્યન ફિલ્મનો ભાગ ન હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કાર્તિક આર્યનની વધુ એક પ્રોજેક્ટમાંથી હકાલપટ્ટી થઈ હતી, જે શાહરુખ ખાનને મળ્યો હતો.
કરણ જાેહર સાથેના કથિત અણબનાવ અને ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથેના તેના મતભેદ વિશે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં વાતચીત કરતાં કાર્તિક આર્યને કહ્યું હતું કે, તે માત્ર તેના કામ પર ફોકસ કરે છે. આ સાથે તેણે અપકમિંગ ફિલ્મો વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, તેને અલગ-અલગ પ્રકારનું કામ મળી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીના લોકો તેની વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હોવાની અફવા વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે, લોકો માત્ર ‘રાયનો પહાડ’ બનાવે છે અને જેવી અફવા ફેલાઈ છે તેવું કંઈ જ નથી. ‘કોઈની પાસે વધારે પડતું વિચારવા માટે સમય હોતો નથી.
દરેક વ્યક્તિ માત્ર કામ ઈચ્છે છે, સારું કામ ઈચ્છે છે. આ બધા સિવાય, બાકીની વાતો અફવા છે’. દોસ્તાના ૨’માંથી કાર્તિક આર્યનને બહાર કરાયા બાદ કોઈ નવા એક્ટરને લેવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ફિલ્મમાં જ્હાન્વી કપૂર સિવાય લક્ષ્ય લાલવાણી છે, જે આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. કાર્તિક આર્યનને હજી સુધી કોઈ એક્ટરે રિપ્લેસ કર્યો નથી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ ૨૦ મે, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. હાલ બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘ભૂલ ભૂલૈયા ૨’નું ડિરેક્શન અનીસ બઝમી જ્યારે પ્રોડક્શન ભુષણ કુમારે કર્યું છે. ફિલ્મ આ જ નામથી આશરે ૧૫ વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની સીક્વલ છે. આ સિવાય એક્ટર પાસે ફિલ્મ ‘શહેઝાદા’ પણ છે, જેમાં તે ફરીથી ક્રીતિ સેનન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જાેવા મળશે.sss