કાર્તિક ત્રણ અભિનેત્રીની સાથે રોમાંસ કરતો દેખાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Kartik.jpg)
મુંબઇ, કાર્તિક આર્યન નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇÂમ્તયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ-૨માં કાર્તિક ત્રણ અભિનેત્રી સાથે રોમાન્સ કરતો દેખાશે. જેમાં સારા અલી ખાન ંમુખ્ય ભૂમિકા અદા કરી રહી છે.
જો કે તેની સાથે અન્ય બે અભિનેત્રી પણ રહેશે. જેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ટુંક સમયમાં જ અન્ય બે અભિનેત્રીના નામ જાહેર કરવામાં આવનાર છે. સારા અને કાર્તિક આર્યનની જાડીને લઇને ચાહકો આશાવાદી રહેલી છે. બે નવી અભિનેત્રી સાઇડ રોલ કરનાર છે. સારા અલી ખાન કાર્તિક આર્યનની સાથે ફિલ્મને લઇને આશાવાદી અને ખુશ છે. કરણ જાહરના ચેટ શો દરમિયાન પોતાની ઇચ્છા વ્યકત કરતા સારા અલી ખાને કહ્યુ હતુ કે તેની ઇચ્છા કાર્તિક સાથે ફિલ્મ કરવાની રહેલી છે. જેથી તેની ઇચ્છા હવે પૂર્ણ થઇ રહી છે.
હાલમાં એક વિડિયો જારી કરવામાં આવ્યો હતો. જેમાં પબ્લિકની વચ્ચે સારા અને કાર્તિક નજેર પડ્યા હતા. જેમાં સારા કાર્તિકના નામ સાથે બુમો પાડતી નજરે પડી હતી. લવ આજ કલ બે ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવાની યોજના છે. વર્ષ ૨૦૨૦માં વેલેન્ટાઇન ડે પર ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં એક હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મના શુટિંગ સાથે સંબંધિત ફોટો અને વિડિયો સારા અલી ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર રજૂ કરી ચુકી છે. કાર્તિક પતિ પત્નિ ઔર વોમાં પણ નજરે પડનાર છે. જેનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. જેમાં તે અનન્યા પાન્ડે અને ભૂમિ પેડનેકરની સાથે નજરે પડનાર છે. સારા અલી ખાન ફિલ્મને લઇને આશાવાદી છે.