Western Times News

Gujarati News

કાર્તિક બની શકે છે રોહિત શર્માનું મોટું હથિયાર

IPL-2022 માં કાર્તિક અનોખી લયમાં જાેવા મળ્યો છે, તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે.

દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવાની માગ ઊઠી 
નવી દિલ્હી,ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ માટે અનુભવી વિકેટકીપર બેટર દિનેશ કાર્તિક સતત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. કાર્તિક આરસીબીમાં એક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કાર્તિકને ટી૨૦ વિશ્વકપની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે.

આઈપીએલ-૨૦૨૨માં દિનેશ કાર્તિક અનોખી લયમાં જાેવા મળ્યો છે. તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી આરસીબીને ઘણી મેચમાં જીત અપાવી છે. આજે સનરાઇઝર્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરતા કાર્તિકે માત્ર ૮ બોલમાં અણનમ ૩૦ રન ફટકાર્યા હતા, જેમાં ચાર છગ્ગા સામેલ હતા. દિનેશ કાર્તિક આઈપીએલમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેણે ૧૧ મેચમાં ૨૪૪ રન બનાવ્યા છે.

જેમાં એક અડધી સદી પણ ફટકારી છે. કાર્તિકે પોતાની ટીમને સતત સંકટમાંથી બહાર કાઢી રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર લોકો કાર્તિકનું સતત સમર્થન કરી રહ્યાં છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વિશ્વકપ રમાવાનો છે. ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર પણ છે. તેવામાં ક્રિકેટના જાણકારો અને ફેન્સ દિનેશ કાર્તિકને ટી૨૦ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. કાર્તિક ૩૬ વર્ષનો થઈ ગયો છે. પરંતુ હાલના સમયમાં કાર્તિક જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે, તેવામાં પસંદગીકારો પણ તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.