કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી વિદેશ જવાની સશર્ત મંજુરી મળી
સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં બે કરોડ રૂપિયાની સિકયોરિટી તરીકે જમાન કરાવવાની શર્ત પર વિદેશ જવાની મંજુરી આપવામાં આવી છએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાર્તિ જે પણ દેશમાં જાય ઇડીને પોતાની યાત્રા અને રોકાવાના સ્થળનું વિવરણ આપવું પડશે સુપ્રીમે કાર્તિ ચિદમ્બરમને વિદેશ જવાની મંજુરીની અરજી પર આજે સુનાવણી કરી હતી.
કાર્તિના વકીલ કપીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટે પહેલા પણ વિદેશ જવાની મંજુરી આપી છે તે સંસદ સભ્ય છે અને જામીન પર છે તેમની વિરૂધ્ધ બે મામલા લંબિત છે એક સંસદ સભ્ય પર દસ કરોડ રૂપિયા જમા કરાવવાની શર્ત કેમ લગાવવામાં આવે આવું થવું જાેઇએ નહીં તે કયાંય પણ ભાગીને જઇ રહ્યાં નથી તેને દસ કરોડ રૂપિયા લોન લેવી પડે છે જેથી પાંચ લાખ રૂપિયા દર મહિને નુકસાન થાય છે.
સિબ્બલે કહ્યું કે અદાલતના ઇતિહાસમાં આવી શરત કયારેય લગાવી શકાતી નથી કેસમાં પુરાવાથી છેડછાડ કરવાની સભાવના નથી આ પહેલા સુપ્રીમ કોર્ટે વિદેશ જવા માટે કોઇ શરત પણ રાખી ન હતી.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કાનુનની નજરમાં કોઇ સાંસદ નહીં પરંતુ એક આરોપી છે ઇડી તરફથી અદાલતમાં કહેવામાં આવ્યું હતું કે કાર્તિ પર સુપ્રીમ કોર્ટે દસ કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરત પહેલા જ લગાવી છે.
એ યાદ રહે કે કાર્તિની વિરૂધ્ધ અનેક અપરાધિક મામલામાં સીબીઆઇ અને ઇડીની તપાસ ચાલી રહી છે. તેમની વિરૂધ્ધ આઇએનએકસ મીડિયા મામલામાં વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજુરીથી સંબંધિત એક મામલા સહિત અનેક અપરાધિક મામલામાં તપાસ ચાલી છે. આઇએનએકસ મીડિયાને વિદેશથી ૩૦૫ કરોડ રૂપિયાના નાણા પ્રાપ્ત કરવાની વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજુરી મળ્યા સમયે કાર્તિ ચિદમ્બરમના પિતા પી ચિદમ્બરમ નાણાંમંત્રી હતી.