Western Times News

Gujarati News

કાર્તીકી પૂનમે શામળાજી મંદિર બંધ રહેતા ભક્તોએ મંદિરના બંધ દ્વારના દૂરથી દર્શન કર્યા,નાગધરા કુંડ ખાલી

ભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ :

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  હિંદૂ ધર્મમાં કારતક મહિનાની પુનમનું ખુબ મહત્વ છે. આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન,દીપદાન અને ગરીબોને દાન કરવાનું વિશેષ મહત્વ છે.
કોરોના સંક્રમણ અટકાવવા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ ધરાવતા કાર્તીકી પુનમના મેળાનું આયોજન રદ કર્યા બાદ નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ ફરમાવતું જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડતા આખરે શામળાજી મંદિર ટ્રસ્ટે કાર્તિકી પુનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

દેવ દિવાળી સહીત ૪ દિવસ ભક્તો માટે ભગવાન કાળીયા ઠાકોરના દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભલે મંદિરના દ્વાર બંધ હોય ભક્તોમાં ભગવાન શામળિયામાં રહેલી અતૂટ શ્રદ્ધાના પગલે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ઉમટ્યા હતા અને બંધ મંદિરના બહાર થી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કાર્તિકી પૂનમે શામળાજી મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો મંદિર પરિસરની આજુબાજુ મોટી ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભક્તોએ મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દ્વારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

શામળાજી મંદિર નજીકથી પસાર થતી મેશ્વો નદીના કિનારે આવેલ પવીત્ર નાગધરામાં કાર્તિકી પૂનમે લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ સાથે સ્નાન કરવા આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ અને ૫ કિમી વિસ્તારમાં મેશ્વો નદીમાં કે ધાર્મિક વિધી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા નાગધરાની આજુબાજુ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો લોકોએ પણ કોરોના સંક્રમણમાં સંયમ જાળવ્યો હોય તેમ નાગધારામાં પિતૃ તર્પણ વિધી અને સ્નાન કરવાનું મુલત્વી રાખ્યું હતું.

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.