Western Times News

Gujarati News

કાર્યની સફળતામાં વિનંતિ રૂપી ઈંધણ

‘વિનંતિ’ એક એવો માનપૂર્વક શબ્દ છે જે કરવાથી સામેવાળી વ્યક્તિ માની જાય તો પોતાનું અશક્ય કાર્ય કોઈક વખત સરળતાથી પાર પડી શકે છે. જે કાર્ય પોતે હલ કરી શકતો નથી તે જ કાર્ય સામેવાળી વ્યક્તિને વિનંતિપૂર્વક સમજાવવાથી તેને મનાવી પોતાનું કામ સરળતાથી કરાવી શકાય છે.

કોઈની વિનંતિ થતા અમુક લોકો પોતાની મર્યાદામાં રહીને તથા પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી તેમનું કામ કરવા રાજી થતા હોય છે.
હું આપને વિનંતિ કરું છું, (I ruqust you), મને માફ કરો (I am sorry), આપનો આભાર (Thank You so much) વાક્યોનો વપરાશ આજકાલ છાશવારે થતો હોવાથી બહું જ સસ્તા થઈ ગયા છે.

વિનંતીના કરવાને બદલે આદેશ આપવાથી સામેવાળી વ્યક્તિને મનદુઃખ થતા કાર્ય કરવામાં તે નિરસ બની જાય છે. કોઈને હુકમ કરવાથી પોતાનું કાર્ય થઈ જશે જ તો તે માન્યતા સાવ ભૂલ ભરેલી છે. આ જમાનામાં લોકોને પોતાના સ્વમાનની પડી હોય છે.

ભાષામાં ભાવવાચક શબ્દોમાં વિનંતિ શબ્દમાં વિનય, નમ્રતા, શાલીનતા, શિષ્ટતા, શિષ્ટાચાર, સુશીલતા, નિરભિમાનતા, લજ્જા નામનાં ગુણોનો સમાવેશ થતો હોય છે.

કોઈ પણ વ્યક્તિને જ્યારે વિનવણી કરવામાં આવે છે ત્યારે સામેવાળી વ્યક્તિ મનમાં ખુશ થતી હોય છે તથા પોતાની મહત્તા સમજી તે મનમાં ને મનમાં આનંદવિભોર થઈ જાય છે. વિનંતિમાં ગજબનું બળ સમાયેલું હોય છે. આજજી કે વિનવણી થતા ભલભલા માનવીઓ પણ નમી જવા તૈયાર થઈ જાય છે.

માનવીએ ધ્યાનમાં રાખવું જાેઇએ કે વધારે પડતી વિનંતિ કરવાથી કાર્ય બગડી પણ જઈ શકે છે. વધારે પડતી આજીજી કરાતા પોતાની ગરજ દેખાય આવે છે અથવા સામેવાળી વ્યક્તિ છંછેડાઈ જઈ શકે છે અને કોઈક વખત અપમાન પણ કરી બેસે છે. જેથી મર્યાદાવમાં રહીને વિનંતિ કરવાથી સામેવાળી વ્યક્તિ કામ કરવા તૈયાર થતી હોય છે. વિનયપૂર્વક વિનંતિ કરાતા સામેવાળી વ્યક્તિ પોતાની ઈચ્છાથી કાર્ય કરી આપવા મદદરૂપ બને છે.

વિનવણી કરવાથી પોતાનું કાર્ય થઈ જતા તે વ્યક્તિનો આભાર માનવાનું ભૂલવું તો ન જ જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.