Western Times News

Gujarati News

કાર્યવાહી છતાં ગુજરાતમાં પ્રદૂષણનું દૂષણ હજી રોકાવાનું નામ લેતુ નથી

પ્રતિકાત્મક

ગાંધીનગર: ગુજરાતમાં પ્રદૂષણનું દૂષણ હજી રોકાવાનું નામ લેતું નથી. રાજ્યમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સખ્ત પગલાં લેવાની કાર્યવાહી છતાં પ્રદૂષણના દૂષણમાં ઘટાડો થતો નથી. વર્ષ-૨૦૨૦ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રજૂ થયેલાં અહેવાલમાં આ અંગે ચિંતાની લાગણી જતાવવામાં આવી છે.

ગુજરાતમાં પાણી – હવા અને પર્યાવરણ સુરક્ષાના નિયમનો ભંગ કરીને એકમો ચલાવીને પ્રદૂષણ ફેલાવવાની માત્રા વધતી જાય છે. જાે કે પ્રદૂષણ નિયંત્રણની મહત્વની કામગીરી કરતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે કાર્યવાહી કરી દંડનીય-એકમો બંધ કરવા ક્લોઝર નોટિસ – એકમો બંધ કરવા અને જેલની સજા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. આમછતાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો થયો નથી. તાજેતરમાં ગુજરાતપ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રજૂ થયેલાં વર્‌,-૨૦૨૦ના રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

પ્રદુષણ નિયંત્રણ માટે કેસની વિગતો જાેઇએ તો પાણી પ્રદૂષણ માટે વર્ષ ૨૦૧૯માં ૨૪૪૪ અને ૨૦૧૯માં ૨૪૫૦ કેસ કરવામાં આવ્યા હતાં જયારે હવા પ્રદુષણ માટે અનુક્રમે ૬૩૬ અને ૬૪૦ જયારે પર્યાવરણય પ્રદુષણ માટે ૩૬૨ અને ૫૧૫ કેસો કરવામાં આવ્યા હતાં.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણને નિયંત્રણમાં લેવા થયેલી કાર્યવાહી અંગે રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૪૩૮ કેસમાં ગંદાપાણીના નિકાલ અઁગે ૪૩૮ કેસમાં એકમોએ કાર્યવાહી થવા અંગે મનાઇહુકમ મેળવ્યો હતો તેના સ્થાને હવે આ કેસમાં કાયમી કાર્યાવાહી કરવાના આદેશ થયા છે..તો ૬૦ કેસમાં એકમો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત જીપીસીબી દ્વારા હવે પ્રદૂષણ નિયમનો ભંગ કરવા અંગે કડક કાર્યવાહી હેઠળ ૨૪૭ કેસમાં જેલની સજા સહિતની ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જીપીસીબીની કડક કાર્યવાહી છતાં હજી પ્રદૂષણની માત્રા વધતી જતી હોવા અંગે અહેવાલમાં ચિંતા જતાવી વધુ ને વધુ કેસ એકમો સામે કરી કાર્યવાહી કરવાની ભલામણ પણ અહેવાલમાં કરવામાં આવી છે. હવે એકમસંચાલકો જાગૃત બનશે. ત્યારે જ પ્રદૂષણના દૂષણને નાથી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.