કાર્યોમાં લાગેલ આઠ લાખ કર્મચારીઓને કોરોનાથી બચાવની તૈયારી શરૂ
પટણા: બિહાર વિધાનસભાની સામાન્ય ચુંટણીના ત્રણ તબક્કામાં ૭.૬૯ લાખ ચુંટણી કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે સુરક્ષાત્મક સામગ્રીની પેકેજિંગની તૈયારી શરૂ થઇ ગઇ છે. પહેલા તબક્કામાં ૨ લાખ ૨૫ હજાર ૯૪૧ ચુંટણી કર્મચારીઓ માટે પેકેજીંગ કરાવવામાં આવી રહી છે.તેમાં પ્રત્યેક મતદાન કેન્દ્ર મોટી છ કર્મચારી અને ૨૦ ટકા સુરક્ષિત મતદાન કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી કોરોનાથી બચાવી સામગ્રીની પેકેજીંગ કરાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે.
આ સાથે જ પહેલા તબક્કાના તમામ ૩૧ હજાર ૩૮૦ મતદાન કેન્દ્રો પર મતદારોને કોવિડ ૧૯થી સંબંધિત સુરક્ષાત્મક સામગ્રીની પેકેજીંગ કરવામાં આવી રહી છે.આ ક્રમમાં બીજા અને ત્રીજા તબક્કાની ચુંટણીને લઇ ૧૫ ઓકટોબર સુધી પેકેજીંગ પુરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે
આરોેગ્ય વિભાગે બિહાર ચિકિત્સા સેવા અને આધારભૂત માળખા નિગમ લિમિટેડ (બીએમએસઆઇસીએલ) નેપુરા રાજયમાં નિર્વાચિત કર્મચારીઓ અને સુરક્ષા દળોને કોરોનાથી બચાવને લઇ સુરક્ષાત્મક સામગ્રીની પેકેજીંગ કરાવવાનો નિર્દેશ આપ્યો છે નિર્દેશ હેઠળ પ્રત્યેક મતદાન કર્મીઓ માટે કોરોનાથી બચાવને લઇ સામગ્રીનું એક એક પેકેટ તૈયાર થશે
આરોગ્ય વિભાગે કોરોનાથી બચાવ સામગ્રીની પેકેજીંગ પટણા, મુફફરપુર અને પૂર્ણિયામાં કરાવવાનો નિર્ણય કર્યો છે. પટણા જ્ઞાન ભવનમાં આરોગ્ય વિભાગના પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પેકેજીંગ શરૂ પણ કરી દેવામાં આવી છે.
મતદાન કર્મચારીઓ માટે એક પેકેટમાં હૈડ સેનેટાઇઝર ૧૦૦ એમએલ,થ્રી પ્લાઇ માસ્ક છ યુનિટ,ફેસ શીલ્ડ એક યુનિટ,હૈડ ગલ્બ્સ ૨ જાેડી, રહેશે જયારે કેન્દ્રીય પોલીસ અને રાજય પોલીસ દળ માટે એક પેકેજમાં શું હશે. હૈંડ સેનેટાઇઝર ૧૦૦ એમએલ,થ્રી પ્લાઇ માસ્ક ૨ યુનિટ,ફેસ શીલ્ડ ૧ યુનિટ,હેડ ગલ્બ્ઝ બે જાેડી રહેશે આ ઉપરકાંત પ્રત્યેક મતદાન કેન્દ્ર પર મતદારોના ઉપયોગ માટે હૈંડસેનેટાઇઝર ૬૦૦ એમએલસ થર્મલ સ્કેનર ૧ યુનિટ,ડિસ્પોજેબુલ હૈંડ ગ્લબ્સ મતદારોની સંખ્યા અનુસાર રહેશે.