કાર અને ટુ-વ્હીલરના બાકી રહેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના પસંદગીના નંબરો માટે માટે ઇ-ઓકશન
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) પૂર્વ. અમદાવાદ કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે મોટર કાર અને મોટરસાયકલના બાકી રહેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના પસંદગીના નંબરો માટે ની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/ fancynumber પર ૧૦ થી ૧૨ જુલાઇ સુધી રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.
૧૩ થી ૧૫ જુલાઈના રોજ ઇ -ઓકશનનું બીડીંગ કરવાનું રહેશે. તથા ૧૬ જુલાઇના રોજ ઇ – ઓકશનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમ પણ પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.
અસફળ થયેલ ઉમેદવારોએ ગોલ્ડન/સિલ્વર નંબર મેળવવા સી.એન.એ. ફોર્મ રજૂ કર્યાથી ૬૦ દિવસ સુધી બીજી સીરીઝ માટે રાહ જોઇ શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.