કાર અને લક્ઝરી ચીજવસ્તુઓની ખરીદી માટે નકારાત્મક સેન્ટિમેન્ટ, 27 ટકાએ ખર્ચ ઘટાડ્યો
એક્સિસ માય ઇન્ડિયાએ ઇન્ડિયા કન્ઝ્યુમર ઇન્ડેક્સ પ્રકાશિત કર્યો; સંપૂર્ણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સકારાત્મક પરિવર્તન દર્શાવે છે
- 21 રાજ્યો અને 555 જિલ્લાઓમાં 10,600 લોકોનો સર્વે થયો
- સર્વેમાં 80 ટકા પરિવારો શાળાઓ ખુલે એવું ઇચ્છે છે
- 59 ટકા હાઇબ્રિડ વર્ક મોડલ પસંદ કરે છે
- 74 ટકા રસી સરળતાથી ઉપલબ્ધ હોવાનું માને છે
- આવશ્યક અને હેલ્થકેર પર ખર્ચ વધ્યો છે
મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ) પ્રકાશિત કર્યો હતો, જે વિવિધ ટ્રેન્ડનું વિસ્તૃત વિશ્લેષણ છે, જે રાષ્ટ્રીય સ્તરે ઉપભોક્તાના સેન્ટિમેન્ટમાં વાસ્તવિક સમયમાં ફેરફારો વિશે જણાવશે.
માસિક સૂચકાંક સીએસઆઈ સંપૂર્ણ દેશમાંથી ઇન્ટેલિજન્સ અને ઉપયોગી જાણકારી પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરશે, કેટલાંક પેટાવિષયો અને ખાસિયતોનું વિશ્લેષણ કરશે, જે વિભાવનાઓને અસર કરે છે તથા પછી તેમનું સંકલન કરીને કુલ સ્કોરિંગ સિસ્ટમ આધારિત સૂચકાંક તૈયાર કરે છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સ્કોર ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુખ્ત રહેવાસીઓનાં સરેરાશ ખર્ચમાં ફેરફાર પર આધારિત હશે.
આ સેન્ટિમેન્ટ વિશ્લેષણ 5 પ્રસ્તુત પેટાસૂચકાંકો – કુલ કૌટુંબિક ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને મોબિલિટીના પ્રવાહો પર તારણો પ્રસ્તુત કરશે.
સીએસઆઇ પ્રમાણભૂત સીએટીઆઈ (કમ્પ્યુટરની મદદથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ)માં ઉપયોગ મુજબ રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ મેળવવાની રેન્ડમ સંભાવનાની પદ્ધતિને અનુસરે છે, જેમાં ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ભૌગોલિક અને વિવિધ સામાજિક વર્ગોને આવરી લેવામાં આવે છે.
આ રિપોર્ટ પ્રસ્તુત થતા એક્સિસ માય ઇન્ડિયાના સીએમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “ઇન્ડિયન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ વિવિધ વિસ્તારોમાં ઉપભોક્તાઓના અભિગમને સમજવાનો અમારો પ્રયાસ છે, કારણ કે આપણે મહામારી પછીની નકારાત્મક સેન્ટિમેન્ટ ધરાવતી દુનિયામાં છીએ.
અમે ઘર ખર્ચમાં મોંઘવારી અને રોજિંદા પડકારો માટે હેલ્થકેર પર ખર્ચ જેવી પ્રસ્તુત કેટેગરીઓને પસંદ કરી છે, જેણે વસ્તીના મોટા હિસ્સાને પ્રભાવિત કર્યો છે. જ્યારે બીજી લહેરથી રોજગારી અને વ્યવસાય સાથેની સંભાવનાઓ સાથે સંબંધિત આર્થિક સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી,
ત્યારે ઇન્ડેક્સ રસીકરણ વિતરણની વ્યૂહરચનાના રિમોડેલિંગ પર આધારિત સચોટ ચિત્ર રજૂ કરવા પ્રેરિત કરશે, જે પ્રોત્સાહનજનક પરિણામો દર્શાવે છે. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ ડેટાનો અભ્યાસ કરીને સીએસઆઈએ તમામ વિસ્તારો અને જૂથોમાં સરેરાશ ભારતીયના જીવન પર નાનાં પણ મહત્વપૂર્ણ પરિબળોની અસરનો તાગ મેળવવા, એનું અર્થઘટન કરવાનો અને અંદાજ બાંધવાનો પ્રયાસ કરીશું. અમારું મિશન ડેટા અને એનાલીટિક્સ મારફતે સૌથી અધિકૃત ચિત્ર રજૂ કરવાનો છે.”
તમામ ઇન્ટરવ્યૂ 21 રાજ્યો અને 55 જિલ્લાઓમાં 10865 પુખ્તોના રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ ધરાવતા નમૂના વચ્ચે કમ્પ્યુટરની સહાયથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ (સીએટીઆઈ) મારફતે હાથ ધરવામાં આવ્યાં છે. સર્વેમાં 63 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓ સામેલ થઈ હતી. સર્વેમાં વય, જાતિ, વ્યવસાય અને પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં સમાન વેઇટેજ આપવામાં આવ્યું છે.
મુખ્ય તારણો:
- કોવિડની બીજી લહેર ઓસરતા અને ધીમે ધીમે સ્થિતિ થાળે પડવાથી 54 ટકા પરિવારોના કૌટુંબિક ખર્ચમાં વધારો થયો છે. કૌટુંબિક ખર્ચ ચોખ્ખો સ્કોર છે, જે +39 પર ટકાવારીમાં વધારો કે ટકાવારીમાં ઘટાડો છે. ખર્ચની આ પેટર્ન શહેરી અને ગ્રામીણ બજારોમાં એકસરખી જળવાઈ રહી છે, પણ અન્ય ઝોનની સરખામણીમાં ઉત્તરમાં 61 ટકા સાથે વધારે વધારો થયો છે.
- આ જ પ્રવાહ સાથે પર્સનલ કેર અને હાઉસહોલ્ડ કેર ઉત્પાદનો જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 43 ટકા પરિવારો માટે વધ્યો છે, ત્યારે 27 ટકા પરિવારો માટે ઘટ્યો છે. પૂર્વ ભારતમાં ફરક જોવા મળ્યો છે, જ્યાં 31 ટકા કુટુંબોમા જ ઉપભોગમાં વધારો થયો છે. ઉપરાંત કામ કરતી મહિલાઓની સરખામણીમાં ગૃહિણીઓ આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવામાં વધારે ખચકાટ અનુભવે છે.
- લાંબા ગાળાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્યુરેબલ, કાર જેવી બિનઆવશ્યક અને વિવેકાધિન ચીજવસ્તુઓ પર ખર્ચ 15 ટકા પરિવારોમાં જ વધ્યો છે, તો 58 ટકાએ કહ્યું છે કે, આ એકસમાન જળવાઈ રહ્યો છે અને 27 ટકા પરિવારોમાં ઘટ્યો છે. બિન-આવશ્યક ઉપભોગનો ચોખ્ખો સ્કોર -12 છે. ફરી ઉત્તરમાં 22 ટકા પરિવારોમાં બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.
- સ્વાસ્થ્ય હજુ પણ મહત્વપૂર્ણ વિષય છે, પરિવારો માટે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓના ઉપભોગમાં વધારો થયો છે અથવા એ અગાઉના સ્તરે જળવાઈ રહ્યો છે તથા 22 ટકા પરિવારોમાં જ ઘટાડો થયો છે. પશ્ચિમ ભારતમાં આ 27 ટકાનો ઘટાડો થયો છે. હેલ્થ સ્કોર નેગેટિવમાં છે એટલે કે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓ પર ઓછો ખર્ચ સેન્ટિમેન્ટમાં સુધારો દર્શાવે છે, જેનું મૂલ્ય -19 છે.
- 28 ટકા પરિવારો માટે મીડિયાનો ઉપયોગ વધ્યો છે, 25 ટકા માટે ઘટ્યો છે અને બાકીના 47 ટકા માટે પૂર્વવત જળવાઈ રહ્ય છે. મીડિયા માટે ચોખ્ખો સ્કોર +3 છે. 18થી 25 વર્ષની વયજૂથમાં મીડિયા ઉપભોગમાં સૌથી વધુ વધારો થયો છે, જે હજુ પણ અન્ય વયજૂથની મર્યાદા બહાર છે.
- મોબિલિટીની દ્રષ્ટિએ 92 ટકા પરિવારોએ જણાવ્યું છે કે, તેઓ શોર્ટ વેકેશન/મોલ/રેસ્ટોરામાં એકસમાન કે ઓછા પ્રમાણમાં જાય છે, સંપૂર્ણ મોબિલિટી સ્કોર -24 છે.
અગાઉના મહિનાની સરખામણીમાં +0.5ના સ્કોર સાથે સંપૂર્ણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સ્કોર સકારાત્મક દિશામાં અગ્રેસર છે. સંપૂર્ણ કન્ઝ્યુમર સ્કોરની ગણતરી ટકાવારીમાં વધારે – ટકાવારીમાં ઘટાડા દ્વારા થાય છે અને આ નંબર -100થી 100 વચ્ચે વ્યક્ત થાય છે; જ્યારે સેન્ટિમેન્ટ વધારાની સરખામણીમાં વધારે ઘટાડો દર્શાવે છે ત્યારે સ્કોર નેગેટિવ અને એનાથી વિપરીત સ્થિતિમાં પોઝિટિવ હોય છે.
સંપૂર્ણ કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં માપવામાં આવતા સેન્ટિમેન્ટ ઉપરાંત અભ્યાસે વિવિધ વિષયો પર કેટલાંક રસપ્રદ પ્રવાહો પણ પ્રસ્તુત કર્યા છે:
- 59 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ઓફિસો ખોલવી પડશે અથવા કામનું હાઇબ્રિડ મોડલ અપનાવવું પડશે, જે કામની શરતોમાં લાગુ કરવું જોઈએ
- રસપ્રદ બાબત એ છે કે, 80 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, શાળાઓ ખોલવી પડશે, જે દર્શાવે છે કે, માતાપિતાઓ બાળકના સંપૂર્ણ વિકાસને લઈને વધારે ચિંતિત છે, કારણ કે છેલ્લાં એક વર્ષથી વધારે સમયથી શાળાઓ બંધ છે. નવાઈની વાત એ છે કે, રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં દક્ષિણ ભારતમાં ફક્ત 56 ટકા માતાપિતાઓ શાળાઓ ખુલે એવું ઇચ્છે છે. લગભગ 100 ટકા યુવા વયજૂથના માતાપિતાઓ શાળાઓ ખુલે એવું ઇચ્છે છે.
- 74 ટકાએ ઉલ્લેખ કર્યો હતો કે, હવે કોવિડ રસીની ઉપલબ્ધતા સરળ થઈ ગઈ છે
- ગ્રામીણ કુટુંબો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં 81 ટકા વ્યક્તિઓને ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાથી ખરીફ સિઝન સારી રહેવાનો વિશ્વાસ હતો.
ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સ્કોર
પેટા-સૂચકાંકો | % વધારો | % ઘટાડો | % પૂર્વવત | ચોખ્ખો સ્કોર |
ઘરગથ્થું ખર્ચ | 54 | 15 | 31 | 39 |
આવશ્યક ખર્ચ | 43 | 27 | 30 | 16 |
બિનઆવશ્યક ખર્ચ | 15 | 27 | 58 | -12 |
સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ* | 41 | 22 | 37 | -19 |
મીડિયા ઉપભોગ | 28 | 25 | 47 | 3 |
મોબિલિટીનો ટ્રેન્ડ | 8 | 32 | 60 | -24 |
સંપૂર્ણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ | +0.5 |
* હેલ્થ સ્કોર નેગેટિવ કોનોટેશન છે એટલે કે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓ પર ખર્ચમાં ઘટાડો વધારે સારું સેન્ટિમેન્ટ વ્યક્ત કરે છે.