કાર ઈન્સ્યુરન્સ પ્રિમીયમ: વિમા ઓથોરીટી તથા ઈન્સ્યુરન્સ કંપનીઓને નોટીસ
મદ્રાસ હાઈકોર્ટે તેનો આદેશ નવેસરથી વિચારવા તૈયારી કરી
પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર વિમો ખાનગી કાર તથા દ્વીચક્રી વાહનો, બાઈક, સ્કુટર પર જ લાગું રહેશે અને વિમા કંપનીઓએ પાંચ વર્ષનો એક સાથે નહી પણ દર વર્ષે તેનો વીમો રીન્યુ કરવાનો રહેશે.
મુંબઈ: નવી ગાડી (કાર) ખરીદવા માટે બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ વિમા છત્ર હાલ તા.13 સપ્ટેમ્બર સુધી લાગુ થશે નહી. થોડા દિવસ પુર્વે મદ્રાસ હાઈકોર્ટે ચુકાદામાં તા.1 સપ્ટેમ્બરથી તમામ કારો પર ઓન ડેમેજ કવરેજ દેવું વિમા કંપનીઓ માટે ફરજીયાત બનાવાયું હતું
પણ વિમા કંપનીઓ ફકત એક સપ્તાહ જેટલા ટુંકા સમયમાં આ પ્રકારના વિમા કવરેજની નવી પોલીસી અને તેની શરતો નકકી કરવાનું ખૂબ જ મુશ્કેલ અને અશકય હતું તેથી જ હાલ મદ્રાસ હાઈકોર્ટે જ તેના આ આદેશને 13 સપ્ટે. સુધી લાગું નહીં કરવાનો નવો ચુકાદો આપ્યો છે
અને તેના પર હવે વિમા કંપનીઓની નવી રજુઆતને સાંભળ્યા બાદ નિર્ણય લેવાશે અને હવે આ નવી પોલીસી માટે વિમા ઓથોરીટી જનરલ વિમા કંપનીઓ અને તામીલનાડુ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે તેના અભિપ્રાય પણ માંગ્યા છે
અને હવે વધુ સુનાવણીના 13 સપ્ટે.ના રોજ થશે અને વિમા કંપનીઓ તેની આ નવી પ્રોડકટસ પણ વિમા ઓથોરીટી પાસે રજુ કરશે પણ એક ચિંતા એ છે કે કાર વિમા પ્રિમીયમમાં ધરખમ ઉછાળો આવશે અને કાર માલીકો પર મોટો બોજો પડશે.
જો કે મદ્રાસ હાઈકોર્ટે હાલ તો તેનો આ આદેશ જેઓ પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર વિમો ખાનગી કાર તથા દ્વીચક્રી વાહનો, બાઈક, સ્કુટર પર જ લાગું રહેશે અને વિમા કંપનીઓએ પાંચ વર્ષનો એક સાથે નહી પણ દર વર્ષે તેનો વીમો રીન્યુ કરવાનો રહેશે. જાણકારો કહે છે કે કાર ચલાવનારે હવે થર્ડ પાર્ટી પ્રિમીયમની સાથે ઓન ડેમેજ પ્રીમીયમની રકમ દેવી પડશે.