બોલેરો ટ્રકમાં ઘૂસી જતાં છ બાળકો સહિત ૧૪ લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ
ઉત્તર પ્રદેશ: પ્રતાપગઢમાં એક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકોનાં કરૂણ મોત થયા છે. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં ૧૪ જાનૈયાઓના મોત થયા છે.
અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. મળતી જાણકારી મુજબ, જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશનની હદના શેખપુર ગામમાં લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત જઈ રહ્યા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૪ લોકોમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે.
૧૪ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી
અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બોલેરોને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે આ રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવામાં પોલીસ ટીમને લગભગ બે કલાકનો સમય લાગી ગયો. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૨ જાનૈયા કુંડા પોલીસ સ્ટેશનની હદના જિગરાપુરા ચૌસા ગામના રહેવાસી છે,
૧૪ જાનૈયાઓના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માનિકપુર વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં તમામ ૧૪ જાનૈયાઓના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
નોંધનીય છે કે દુર્ઘટનામાં બબ્બૂ, દિનેશ, પવન કુમાર, દયારામ, અમન, રામસમુજ, અંશ, ગૌરવ, નાના ભૈયા, સચિન, હિમાંશુ, મિથિલેશ, અભિમન્યૂ, પારસ નાથ યાદવના મોત થયા છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મોડી રાતે ભયંકર રોડ અકસ્માત સર્જાતા ૬ બાળકો સહિત ૧૪ લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલો માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારાનો છે જ્યાં જાનમાંથી પાછી ફરી રહેલી બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં ૧૪ જાનૈયાઓએ જીવ ગુમાવ્યો.
પોલીસે બોલેરો ગાડીને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદેહો બહાર કાઢ્યા.
ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. તમામ જાનૈયા શેખપુર ગામના લગ્ન સમારોહમાં સામેલ થઈને પાછા ફરી રહ્યા હતા. આ અક્સમાતનો ભોગ બનેલા ૧૪ લોકોમાંથી ૬ બાળકો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બોલેરો ગાડીને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસને રેસ્ક્યુ કરવામાં લગભગ ૨ કલાકનો સમય લાગ્યો. તમામ મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મળતી માહિતી મુજબ ૧૨ જાનૈયા કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહીશ છે. જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહિશ હોવાનું કહેવાય છે.