કાર મને અડતાં હું ડરી ગઈ અને મેં ડ્રાયવરને ફટકાર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/lucknow-1024x768.jpg)
લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કેબ ડ્રાઈવરની પીટાઈ કરનારી આરોપી યુવતી હવે સામે આવી છે અને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ તરફથી એફઆઈઆર દાખલ થયા બાદ મારપીટની આરોપી પ્રિયદર્શિની નારાયણ યાદવે પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે.
આરોપી યુવતીએ ક હ્યું કે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જ કેબ સિગ્નલ તોડીને તેના પગને સ્પર્શી અને પાસે ઊભેલા પોલીસકર્મીએ તેને રોક્યો પણ નહીં. યુવતીએ કહ્યું કે તે સમયે મારું હ્રદય બેસી ગયું હતું અને મને લાગ્યું હતું કે કાર મારી ઉપર ચડી જશે. આથી મે કેબ ડ્રાઈવરની પીટાઈ કરી કારણ કે હું તેને રોકત નહીં તો મને મારી નાખત.
લખનૌની પ્રિયદર્શિની નારાયણ યાદવે કહ્યું કે તેની માનસિક બીમારીની સારવાર ચાલુ છે અને તેણે રોજ વોક કરવી પડે છે. ૩૦ જુલાઈની રાતે પણ તે વોક પર નીકળી હતી અને ચાર રસ્તે કેબ ડ્રાઈવરે સિગ્નલ તોડીને ગાડી આગળ વધારી જે મારા પગને અડી ગઈ. પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવર મોબાઈલ ચલાવતો ડ્રાઈવ કરતો હતો. જેના કારણે તેને ગુસ્સો આવ્યો અને તેને નીચે ઉતારી માર્યો.
પ્રિયદર્શિની યાદવે ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી છે અને લખ્યું કે ‘સ્મોક એન્ડ ડ્રાઈવ. બધા મને બ્લેમ કરી રહ્યા છે કે મેં તેને કેમ માર્યો. પરંતુ કોઈ મારી સ્ટોરી જાણવા માગતુ નથી. જ્યારે સિગ્નલ રેડ હતું ત્યારે રોડને લગભગ ક્રોસ કરી ચૂકી હતી. ત્યારે જ ગંજેડી ડ્રાઈવરે મને ટકકર મારી. ભગવાનની કૃપાથી બચી ગઈ.
તે પોતાની ભૂલ માનતો નહતો અને દલીલ કરતો હતો. આથી મેં તેને થપ્પડ મારી. જાે કોઈને એમ લાગે કે મે કાયદો હાથમાં લીધો છે તો તેના માટે હુ માફી માગુ છું.