Western Times News

Gujarati News

કાર સેવા 1992ના સ્મરણો તાજા કરતા પૂર્વ મેયર

આયોધ્યામાં આજે  5 ઓગષ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપુજન થઈ જવા રહ્યું છે. ત્યારે 1992માં કારસેવાના સ્મરણો તાજા કરતા પૂર્વ મેયર અમિતભાઇ શાહે જણાવ્યું છે કે  1992 માં 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ #VHP દ્વારા કારસેવા રાખવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી, હું પણ એક ઉમેદવાર હતો, અને પાર્ટી દ્વારા સૌને અયોધ્યા જવા કહેવામાં આવ્યું હતું. સૌ સાથીઓ જોડે હતાં. અમે (ફૈઝાબાદમાં) હોટલમાં ઉતર્યા હતા

બીજે દિવસે સવારે લાખો કાર સેવકો સાથે અયોધ્યા તરફ કૂચ કરી હતી અમારી જિંદગીનો સૌથી યાદગાર અને ગૌરવશાળી દિવસ હતો. સખત જહેમત બાદ વિવાદાસ્પદ ઢાંચાનો ધ્વંસ અને ત્યારબાદ રામ લલ્લા નું નાનું મંદિર બનાવીને જ સ્થળ છોડ્યું હતું. ત્યાં ડોક્ટર ભરતભાઈ અમીન અને ગુજરાત સમાચાર ના ખ્યાતનામ તસવીરકાર ઝવેરીલાલ મહેતા અને અનેક જાણીતા લોકો પણ મળ્યા હતા. સાથી ઉમેદવાર સ્વ હરેનભાઈ પાલડીના ઉમેદવાર મુકેશભાઈ , રાજેન્દ્ર સૌ સાથે હતા. કારસેવાની યાદગીરી રૂપે સાચવી રાખેલ કારસેવક પૂરમ માં પ્રવેશ માટેનું કાર્ડ તથા સાથી મિત્રો હોટેલ પર કાગળ મૂકી ને ગયા હતા તે હજુ સુધી સાચવી રાખેલ છે. બીજે  દિવસે ટ્રેન પકડી પરત અમદાવાદ આવ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.