કાર હવામાં ઉડીને પડી હોવા છતાં ડ્રાઇવરને ઇજા ન થઈ

આગર-માલવા, બોલિવૂડની ફિલ્મોમાં કાર હવામાં ઉછળવાના અને પડવાના ઘણા વીડિયો તમે જાેયા હશે. જાેકે હકીકતમાં આવી ઘટના બની જાય અને તેનો વીડિયો પણ રેકોર્ડ થઇ જાય તો તેની ચર્ચા થાય તે નક્કી જ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોના સીસીટીવી ફૂટેજ છે, જે મધ્ય પ્રદેશના આગર-માલવા જિલ્લામાં રેકોર્ડ થયા છે.
અહીં એક કાર ૧૦ ફૂટ હવામાં ઉછળી હતી. કારમાં ફક્ત હવામાં જ ઉછળી ન હતી તે રસ્તાના કિનારે રહેલા ઝાડીઓમાં ફેંકાઇ હતી. સામાન્ય રીતે આટલા ભયંકર દુર્ઘટના પછી ડ્રાઇવરના બચવાની આશા ઓછી રહેતી હોય છે. જાે ડ્રાઇવરનો જીવ બચી જાય તો પણ તેને ગંભીર ઇજા પહોંચે છે. જાેકે આગર-માલવ હાઇવે પાસે જે દુર્ઘટના બની તેને જાેઈને બધા ચકિત છે.
૧૦ ફૂટ સુધી કાર હવામાં ઉડીને પડી હોવા છતા ડ્રાઇવરને સહેજ પણ ઇજા પહોંચી ન હતી. જેણે પણ આ દુર્ઘટનાને જાેઈ તેણે બસ એ જ કહ્યું કે આ ભગવાનનો ચમત્કાર જ છે. મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના સુસનેરના મોડી માર્ગ પર મોડી ગામ પાસે એક દુર્ઘટના બની હતી.
ગામની નજીક એક પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ સામે ઘણી ઝડપી ગતિથી આવી રહી હતી. તે સમયે કાર રસ્તામાં અચાનક ૧૦ ફૂટ હવામાં ઉડ હતી અને ઝાડીઓમાં પડી હતી. પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા લાગેલા હતા. આ કારમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના કેદ થઇ ગઈ છે. આ દુર્ઘટનામાં ડ્રાઇવર બચી ગયો છે. જ્યારે કાર ખરાબ રીતે ક્ષતિગ્રહ થઇ ગઈ છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના સિલવાનીમાં એક એવી ઘટના બની જેના કારણે બધાના શ્વાસ અટકી ગયા હતા. ટ્રકની કાર સાથે ટક્કર થઇ હતી. જેમાં ટ્રકચાલક કારને ૫૦ મીટર દૂર સુધી ઢસડીને લઇ ગયો હતો. ટ્રકની અડફેટમાં કાર આવી હોવા છતા ટ્રક ડ્રાઇવરે બ્રેક મારી ન હતી.
કારમાં બેસેલા લોકોએ કારનો દરવાજાે ખોલ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રક ડ્રાઇવર ભાગીને જાય તે પહેલા તેને પકડી લીધો હતો અને મારપીટ કરી હતી. ઘટનાનો વીડિયો સામે આવતા જ વાયરલ થયો છે.
જાણકારી પ્રમાણે ઘટના બજરંગ ચોકની છે. કાર સાઇ ખેડાથી સિલવાની તરફ આવી રહી હતી. આ દરમિયાન ટ્રકે આગળ ચાલી રહેલી કારને સાઇડમાંથી ટક્કર મારી હતી. જેથી કાર ટ્રકની આગળ આવી ગઈ હતી. ટ્રકની આગળ કાર આવી ગઈ હોવા છતા ટ્રકના ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. આ જાેઇને ઘણા લોકો ટ્રકની પાછળ દોડ્યા હતા.SSS