કાલથી સંસદનું બજેટ સત્રઃ શનિવારે સામાન્ય બજેટ
નવી દિલ્હી, સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક સાંજે સંસદના લાઇબ્રેરી હોલમાં થશે. બજેટ સત્ર દરમ્યાન લોકસભાની કાર્યવાહીને ચલાવામાં દરેક પક્ષોનેં સહયોગ અને તેમના વિવિધ મુદા પર ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષે આ બેઠક બોલાવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇ કાલે બંને સદનોની સંયુકત બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ તે જ દિવસે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ સદનમાં રજુ કરવામાં આવશે. ૨૦૨૦-૨૧નું બજેટ ૧ લી ફેબ્રુઆરીએ બંને સદનોમાં રજુ કરવામાં આવશે. લોકસભા સચિવાલયે કહ્યું કે બિરલાએ સંસદના પુસ્તકાલયભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કાલથી બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે.
બજેટ સત્ર બે ભાગોમાં ૩ એપ્રિલ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ લી ફેબ્રુઆરી શનિવારે ૨૦૨૦-૨૧નું બજેટ રજુ કરશે. ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થાના મોર્ચા પર ધેરાયેલી સરકાર માટે જે બજેટ સરળ થશે નહિ કેન્દ્ર સરકારે વિપક્ષના હમુલાનો સામનો કરવો પડશે. અહેવાલ છે કે લોકસભા અને રાજયસભામાં વિપક્ષ તરફથી અનેક મુદ્દા પર સવાલોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે. જેનો જવાબ ગૃહમંત્રાલયેને આપવો પડશે. બજેટથી અલગ સરકાર માટે સૌથી મોટી સમસ્યા સીએએ-એનઆરસી પર ચાલુ રહેવા હંગામા પર છે. દેશના અનેક ભાગોમાં નાગરિકતા સંશોધન એકટ અને નેશનલ રજીસ્ટર ફોર સિટિઝનના મુદ્દા પર વિરોધ ચાલુ છે. છેલ્લા સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે નાગરિકતા સંશોધન એકટને રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ વિપક્ષ હુમલાવર છે. બજેટ સત્રમાં સરકારનો સૌથી મોટો પડકાર ખાડે પડેલી અર્થવ્યવસ્થાને સુધારવાની છે. સતત ઘટતો જીડીપી વધતી બેરોજગારી અને મોઘવારી અંગે વિપક્ષ સરકારને ધેરી રહવું છે. એવામાં આ બેજટ સત્ર સરકાર માટે સરળ રહેવાનું નથી. અર્થવ્યવસ્થા ઉપરાંત સીએએ, એનઆરસી જમ્મુ -કાશ્મીરમાં પ્રતિબંધ સહિત અનેક એવા મુદ્દા પર વિપક્ષ હુમલા કરવા માટે તૈયાર છે.
લોકસભાની વેબસાઇટ પર જે સવાલોની લિસ્ટ આપવામાં આવી છે તેમાં જ ફેબ્રુઆરીએ પુછવામાં આવતા સવાલોની જાણકારી આપવામાં આવી છે. તેમાં નાગરિકતા સંશોધન એકટ પર મચેલા સંગ્રામ ડિટેન્શન સેન્ટર્સ અને શરણાથીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા વિશે પુછવામાં આવશે. બજેટ રજુ થાય બાદ જ્યારે પ્રશ્ન જવાબની હારમાળા શરૂ થશે તો લોકસભા સાંસદ અબ્દુલ ખલીફ દ્વારા ગૃહમંત્રાલયથી નાગરિકતા પ્રક્રિયા અંગે પ્રશ્ન પુછવામાં આવશે. દેશવાસીઓ બજેટનું ખાસ કરીને સીનીયર સિટિજન્સ આતુરતાથી આ બજેટ ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. જેનાથી માલુમ પડી શકે કે જેના ગજ્યામાં વધુ પૈસા આવશે કે નહી વીતેલા વર્ષોમાં જોઇન્ટ ઇન્ડિયન ફેમીલીએ મ્યુકિલયર ફેમીલીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે આજે વધુ માં વધુ સીનીયર સિટિજન્સ આત્મનિર્ભર રીતથી તેમની બચત અને ઇન્કમના ભરોસે તેમનું જીવન વીતાવી રહ્યા છે.