Western Times News

Gujarati News

કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા

જામનગર, જામનગર જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં ૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે ૬ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કાલાવડ તાલુકામાં ૮ ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી પ્રસરી ગયા છે.

લાલપુર અને જામજાેધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જાેડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.

જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના ૨૫ પૈકી ૬ ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી ૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી ૭.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે.

રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવતાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં ૪ ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં ઘુડશીયા, ફ્લા, બેરડા, અલીયાબાડા ગામમાં ડેમના પાણી ઘૂસ્યા છે.

અલીયાબાડા ગામે પાણીમાં ફસાયેલા ૨૫ લોકોને મનપા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતાં તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.