Western Times News

Gujarati News

કાલિકા ચૌદશના પર્વે મુખ્યમંત્રીએ  પાલીતાણા ખાતે યજ્ઞવિધિમાં જોડાયા

File

રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કાળી ચૌદસના દિવસે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાષ્ટ્રની સુરક્ષા માટે કાળભૈરવ દાદાને નમસ્કાર અર્થે યજ્ઞમા હાજર રહી હુ ધન્યતા અનુભવી રહ્યો છુ.

સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમા રહેતા તમામ ગુજરાતીઓને તેમણે દિવાળીની શુભેચ્છા પાઠવી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેમ પણ ઉમેર્યુ હતુ. વધુમા જણાવ્યુ હતુ કે ગુજરાતના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલના ભગીરથ પ્રયાસો થકી આજ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકારીત થવા જઈ રહ્યુ છે.

તેમની સાથે રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, સહિતના મહાનુભાવો જોડાયા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કાળી ચૌદસના દિવસે ૧૩૦ વર્ષ જૂના ભૈરવનાથ મંદિરે પધાર્યા ત્યારે સ્થાનિક અગ્રણીઓએ તેમને ભાવપૂર્વક આમંત્રિત કરી અને કાળભૈરવ મંદિરના પૂજારીશ્રી રમેશભાઈ શુકલએ માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉષ્માભેર આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે ફૌજી શીર્ષક તળે આ યજ્ઞ કરવામાં આવ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી છેલ્લા ૧૨ વર્ષથી અહીં યજ્ઞકાર્યમાં હાજરી આપતા રહ્યા છે.

આ તકે માનનીય મુખ્યમંત્રીશ્રી એ સર્વપ્રથમ ભૈરવનાથ દાદા ને નત મસ્તક વંદન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રી તળેટીના જૈન દેરાસર ખાતે જઈને દર્શન કરી  અને જૈન સાધુ તેમજ સાધ્વીઓને વંદન કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઇજીશ્રી અશોકકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ,  ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ડિરેક્ટરશ્રી ચીથરભાઈ પરમાર  હાજર રહ્યા હતા.

માજી ધારાસભ્યશ્રી ભરતભાઇ બોઘરા, જનકભાઇ પટેલ, દાતાશ્રી લવજીભાઈ બાદશાહ, ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખશ્રી જયપાલસિંહ ગોહિલ, નાયબ કલેક્ટરશ્રી કે.કે.સોલંકી, રાહુલ ગમારા, ડીવાયએસપીશ્રી ઠાકર, જાડેજા,  મામલતદારશ્રી એચ.બી.ભગોરા, રાજકોટ સંગઠનના અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા સંગઠનના હર્ષદભાઈ દવે, કાળભૈરવ મિત્ર મંડળ, અમદાવાદના સેવક સમુદાય સહિત સ્થાનિક નગરજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.