કાલુચક-કુંજવાનીમાં ફરીથી સંદિગ્ધ ડ્રોન જાેવા મળ્યા
જમ્મુ: એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ જ કડીમાં આજે વહેલી સવારે કાલુચકમાં એકવાર ફરીથી શંકાસ્પદ ડ્રોન ઉડતા જાેવા મળ્યા. આ ઘટના સવારે ૫ વાગ્યાની આસપાસની હોવાનું કહેવાય છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સવારે ફરીથી બે ડ્રોન જાેવા મળ્યા. આ ડ્રોન કાલુચક અને કુંજવાની વિસ્તારમાં દેખાયા હતા. બુધવારે સવારે લગભઘ ૪.૪૦ વાગે કાલુચકમાં ગોસ્વામી એન્કલેવ પાસે ડ્રોન જાેવા મળ્યું.
ત્યારબાદ લગભગ ૪.૫૨ વાગે કુંજવાની વિસ્તારના જ એરફોર્સ સિગ્નલ પાસે ડ્રોન જાેવા મળ્યું. આ ડ્રોન લગભગ ૮૦૦ મીટરની ઊંચાઈ પર હતું. આ અગાઉ પણ રવિવારે રાતે કાલુચક મિલિટરી સ્ટેશન નજીક બે ડ્રોન ઉડતા જાેવા મળ્યા હતા. એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા બાદથી સુરક્ષાદળો અલર્ટ છે અને આવામાં ડ્રોન જાેવા મળ્યા કે તરત તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બંને ડ્રોન ગાયબ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દીધી છે. મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે લગભગ અઢી વાગે આ ડ્રોન જાેવા મળ્યું. જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયું. સુરક્ષાદળોએ આ ડ્રોન કૂંજવાની, સુંજવાન, કલૂચક પાસે જાેયું. સેનાને મોડી રાતે આ ડ્રોન અંગે જાણકારી મળી હતી. પહેલા રત્નુચકમાં રાતે ૧.૦૮ વાગે, ત્યારબાદ કુંજવાનીમાં ૩.૦૯ વાગે અને પછી કુંજવાનીમાં સવારે ૪.૧૯ વાગે આ ડ્રોન જાેવા મળ્યું હ તું. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલુ છે.