કાલુપુરનાં વેપારીએ ૩ લાખની લોન માટે ૨ લાખ રૂપિયા ગઠીયાઓને આપ્યા
અમદાવાદ: કાલુપુર મસ્કતી માર્કેટ નજીક કાપડનાને વેપાર કરતાં એક વેપારીએ પર્સનલ લોન માટે વેબસાઈટો ઉપર એપ્લાય કર્યું હતું. જા કે ગઠીયાએ યેનકેન તેમની વિગત મેળવી ૩ લાખની લોન આપવાની લાલચ આપી અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા ૧.૮૦ લાખ પડાવી લીધા હતા.
અંકીત શર્મા શાહીબાગ ખાતે રહે છે અને પિતા સાથે સાકર બજારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે. અંકીતભાઈને રૂપિયાની જરૂર હોઈ તેમણે કેટલીક વેબસાઈટો ઊપર લોન માટે એપ્લાય કર્યું હતું. જેની વિગતો કોઈક રીતે ઓનલાઈન તફડંચી કરતાં ગઠીયાઓનાં હાથમાં પહોંચતા તેમણે અંકીતભાઈનાં મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યાે હતો
અને રૂપિયા ૩ લાખની લોન આપવાની લાલચ આપી હતી અને એ માટે તેમની પાસેથી ટુકડે ટુકડે વિવિધ ચાર્જ પેટે કુલ રૂ.૧.૮૦ લાખથી વધુ પડાવી લીધા હતા. પરંતુ લોન કરાવી નહતી. પોતે છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં અંકીતભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.