કાલુપુરના વેપારી પિતા પુત્ર પર હુમલો કરી બે લાખ રોકડની લુંટ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોજેરોજ લુંટ ચોરીની ઘટના બની રહી છે ઉઘરાણીની રકમ લઈ જતાં વેપારીઓનો પીછો કરી તેમની ઉપર હુમલો કરીને વેપારીઓને લુંટી લેવાના વારંવારના બનાવો શહેરમાં કથળી ગયેલા કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ બતાવે છે શહેરના મોટાભાગના ખાસ કરીને સીટી વિસ્તારના વેપારીઓ સાંજે વસ્તી કર્યા બાદ રોકડ લઈ ઘરે જતાં હોય છે.
છેલ્લાં કેટલાક સમયથી તેમને ઢોરમાર મારી લુંંટવાના બનાવો પણ ખૂબ જ બનતા વેપારી આલમમાં રોષ ફેલાયો છે અને પોલીસ તંત્રને વેપારીઓની સુરક્ષા માટે વારંવાર રજુઆત પણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે જેના પુરાવારૂપે વધુ એક લુંટની ઘટના સામે આવી છે જેમાં કાલુપુરના વેપારી પિતા-પુત્ર દુકાન બંધ કર્યા બાદ બે લાખની રોકડ લઈ જતાં હતા ત્યારે ત્રણ લુંટારાઓએ તેમને આંતરીને ઢોરમાર મારી હુમલો કરીને બે લાખ રોકડની લુંટ કરતાં ચકચાર મચી ગઈ છે.
લુંટનો ભોગ બનનાર રામનરેશસિંગ ક્ષત્રિય ખોખરા સર્કલ ખાતે રહે છે અને કાલુપુર સર્કલ પાન માર્કેટમાં દુકાન ધરાવી પાનમસાલાનો હોલસેલ વેપાર કરે છે તથા દુકાન બંધ કરીને રોકડ રોજ ઘરે લઈ જાય છે. બે દિવસ અગાઉ પણ રાતના સાડા નવ વાગ્યે દુકાનની વસ્તી કરીને બે લાખ રૂપિયાની રોકડ થેલામાં મુકી રામનરેશસિંગ તેમના પુત્ર રાહુલ સાથે ઘરે જવા નીકળ્યા હતા
વેપારી પિતા-પુત્ર ૧૦ વાગ્યાની આસપાસ કાંકરીયા રેલ્વેયાર્ડ પાસે પહોચ્યા ત્યારે અચાનક જ ત્રણ શખ્સોએ એક મોટર સાયકલ ઉપર તેમનો પીછો કર્યો હતો તથા અેક્ટિવા ટકકર મારતાં બંને પિતા-પુત્ર અેક્ટિવા સાથે દુર સુધી ઘસડાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા જેનો લાભ લઈ ર૦ થી રપ વર્ષના લુંટારા તેમને વધારે ઢોર માર માર્યો હતો તેમ છતાં પિતા પુત્ર તેમની સામે પડયા હતા.
દરમિયાન રાહુલ પાસે બે લાખ રોકડ ભરેલો થેલો હોઈ લુંટારા તેને મારી રહયા હતા જાકે રાહુલભાઈએ પ્રતિકાર કરતા લુંટારાએ તેમના હાથ ઉપર બચકાં ભરી લીધા હતા અને રોકડ ભરેલો થેલો લુંટી લીધો હતો અને તુરંત અંધારાનો લાભ લઈ બાઈક ઉપર ભાગી છુટયા હતા.
વેપારી પિતા-પુત્રે બુમાબુમ કરતાં રાત્રે આવતા જતા રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા. લુંટની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મોડી રાત્રે આ અંગે વેપારી પિતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.